ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સના એચ.એ.ગાંધીઅન સોસાયટી દ્વારા “સીગનીફીકન્સ ઓફ ધી ચરખા ઓફ ગાંધીજી” વિષય ઉપર વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓને ચરખો કેવી રીતે ચલાવવો ,તેનુ મહત્વ તથા ગાંધીજીએ ચરખાને શા માટે જીવન સાથે વણી લીધુ હતુ તેના વીશે જાણીતા ગાંધીઅન રમણભાઈ ભરવાડે ચર્ચા કરી હતી. આઝાદીની ચળવળમાં આર્થીક રીતે પગભર થવા તથા આત્મનિર્ભર સમાજની રચના કરવા ગાંધીજીનો આ પ્રયોગ સફળ રહ્યો હતો.ગાંધીજીના વિચારો તથા તેમનું જીવન સમજવુ હોય તો તેમણે આપેલા સિધ્ધાંતોને સમજવા જરૂરી છે. દિવ્ય અનુભુતી તથા ધ્યાનસ્થ થવાનું માધ્યમ ચરખો છે. કોલેજના વિદ્યાર્થીઓ ચરખો ચલાવતા શીખ્યા હતા. આજે જયારે વિશ્વમાં અનેક દેશો વચ્ચે યુધ્ધો થઇ રહ્યા છે. માનવતાનો અભાવ જોવા મળે છે. આ બધીજ સમાધાન માત્ર ગાંધીજીના વિચારોમાંથી મળે છે. ચરખો એ શાંતિનું પ્રતીક છે. આ કાર્યક્રમમાં એચ.એ.ગાંધીઅન સોસાયટીના કોઓર્ડીનેટર શુભ્રા નાણાવટીએ ,પ્રા મહેશ સોનારાએ તથા પ્રા.એચ.બી. ચૌધરીએ પ્રાસંગોચિત વક્તવ્યો આપ્યા હતા.