ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટેટીસ્ટીક્સ વિભાગ દ્વારા બી.કોમના અભ્યાસની સાથે “કારકીર્દીના પગથીયા” વિષય ઉપર સેમીનાર યોજવામાં આવ્યો હતો. અમદાવાદના શૈક્ષણીક જગતના તજજ્ઞ આલોક શાહે મુખ્ય વક્તા તરીકે કહ્યું હતુ કે બી.કોમ કોર્ષ દરમ્યાન જ વિવિધ પ્રકારના ઓન લાઈન કોર્ષીસ કરવા જોઈએ. કેટ,યુપીએસસી તથા જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરવી જોઈએ. લીંકડીન પ્રોફાઈલ તૈયાર કરી એક્ટીવેટ મોડમાં હોવી જોઈએ જેથી તમારો બાયોડેટા સમગ્ર વિશ્વ જોઈ શકે. નોકરી ડોટ કોમમાં રજીસ્ટર કર્યા બાદ તમારી આવડત તથા લાયકાતના ધોરણે નોકરી મળે છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડીગ્રી હોવી જરૂરી નથી. પરંતુ તમારામાં સ્કીલ બેઝડ નોલેજ તથા ટેલેન્ટ હોવી પણ જરૂરી છે. બી.કોમ કોર્ષ દરમ્યાન વિવિધ સર્ટીફીકેટ કોર્ષીસ તથા અન્ય અભ્યાસ કરવો જોઈએ. કોલેજના પ્રા.મિનલ જોષીએ પ્રાસંગોચિત વક્તવ્ય આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કર્યુ હતુ. પ્રા.શુભ્રા નાણાવટીએ આભારવિધિ કરી હતી. આ સેમીનારમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ભાગ લીધો હતો.