IMPECT
પેંશનર દીપક જગતાપની ફરિયાદ અરજીનો પડઘો
પેન્શનરોના હયાતી પત્રો ખરાઈ કરવાની કામગીરીમા બેદરકારી દાખવતી બેંક ઑફ બરોડાને જવાબદાર ઠેરવતી
જિલ્લા તિજોરી કચેરી
જિલ્લા તિજોરી કચેરીએ બેંક દ્વારા પેંશનરોના ખરાઈ ફોર્મ્સ સમય મોકલવામાં આવતાં ન હોવાની ફરિયાદ કરી
જેને પેન્શનરોને સમયસર પેન્શનની ચુકવણી થઇ શકતી નથીજેને ખુબજ ગંભીર બાબત ગણાવતી તિજોરી કચેરી
BOB ને લેખિત પત્ર લખતી તિજોરી કચેરી
રાજપીપલા, તા,26
રાજપીપલાના જાગૃત નાગરિક અને પેંશનર દીપક જગતાપે હયાતીની ખરાઈ કરેલ હોવા છતાં બેક ઑફ બરોડાની બેદરકારીને કારણે પેંશનરનું પેંશન 1લી તારીખે જમા ન થતાં પેંશનર દીપકભાઈ જગતાપે બેંક મેનેજર અને જિલ્લા તિજોરી અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી.
જે ફરિયાદનો સાનુકૂળ પડઘો પડયો હતો. આ અંગે
પેન્શનરોના હયાતી પત્રો ખરાઈ કરવાની કામગીરીમા બેદરકારી દાખવતી બેંક ઑફ બરોડાને જવાબદાર ઠેરવી
જિલ્લા તિજોરી કચેરીએ બેંક ઑફ બરોડાના મેનેજરને
પત્ર લખી જરૂરી સૂચનો કર્યાં છે.
પત્રમાં જણાવ્યું છે કે બેંક શાખા દ્વારા રૂબરૂ હયાતી કરી અત્રે ખરાઈ ફોર્મ્સ મોક્લવામાં આવેલ છે જેમાં ઘણા પેંશનરોના ફોર્મ્સ અત્રેને
મળેલ ન હોવાથી ઓગષ્ટ માસનું પેન્શન જમા થયેલ નથી. ફરિયાદી દીપકભાઈ જગતાપ પેન્શનરે આ અંગે
અત્રે રજુઆત કરેલ છે. બેંક દ્વારા ઘણી ક્ષતીઓ કરવામાં આવે છે, જેના કારણે
પેન્શનરોને સમયસર પેન્શનની ચુકવણી થઇ શકતી નથી, જે ખુબજ ગંભીર બાબત છે.
વધુમા તેમણે બેંકને તાકીદ કરતા જણાવ્યું છે કે
ફોર્મ્સ અત્રે મોકલવામાં આવેલ નથી,વિલંબ થાય છે. હયાતી કરેલ તારીખ,સિક્કો,સહી કરેલ હોતી નથી. ઘણામા બાકીઅધુરી વિગતો હોય છે.
બેંકમાં હયાતીની મુદ્દત પુરી થયા છતાં સહી કરેલ ફોર્મ્સ અત્રે મોકલવામાં આવતા નથી.
ભવિષ્યમાં આવું બનવા ન પામે તેની કાળજી રાખી સમયમર્યાદામાં કામગીરી
પૂર્ણ કરવાની તાકીદ કરી સીનીયર સીટીઝન પેન્શનરોને મુશ્કેલી અનુભવવી ન પડે તે માટે પુરતી કોળજી રાખવા જણાવ્યું છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા