તારીખ: ૨૩/૯/૨૦૨૩
“જીતો” ગાંધીધામ દ્વારા ગીનીસ વર્લ્ડ રેકોર્ડમા સૌથી મોટી ‘લાર્જેસ્ટ આટિઁફિશિયલ ફ્લાવર સેન્ટેન્સ ‘ બનાવવાનો પ્રયાસ કરવામા આવ્યો.
૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ જીતો (JITO) ગાંધીધામ, લેડીઝ વિંગ સાથે વિશ્વનુ સૌથી મોટું વાક્ય જૈન નવકાર મંત્ર ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી ‘લાર્જેસ્ટ આટિઁફિશિયલ ફ્લાવર સેન્ટેન્સ ‘ બનાવવાનો પ્રયાસ કરવામા આવ્યો. આ મંત્રના ઉદ્દેશ્ય માનવ એકતા, શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ, મિત્રતા, શોષણમુક્ત સમાજ, આંતરરાષ્ટ્રીય નૈતિક મૂલ્યોની સ્થાપના , અહિંસક જીવનાત્માની ઉપાસના શૈલીનુ સમર્થન વગેરે તત્વો પર્યુષણ મહાપર્વનો મુખ્ય આધાર છે. આ મંત્ર જેમા ૯૧૦૮ કૃત્રિમ પુષ્પો દ્વારા ‘નવકાર મહામંત્ર’ લખવામાં આવ્યુ હતુ.
તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩, આંબેડકર ભવન, રોટરી સર્કલ, ગાંધીધામમા ગાંધીધામ આદિપુર કોમ્પ્લેક્ષ મા તમામ જાહેર જનતા માટે આ કાર્યક્રમનુ ભકિતભાવ સાથે આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમ શ્રી સાગર બારમાર એસ. પી. પૂર્વ કચ્છ, શ્રી મહેશભાઈ પુંજ જીતો ગુજરાત ઝોન કન્વીનર, શ્રી તેજસ શાહ, શ્રી કેતન મહેતા, શ્રીમતી પલ્લવી રાઠોડ, શ્રીમતી અંજુ શાહ, શ્રીમતી બીજલ મહેતા તેમજ અમદાવાદના ફેમસ આર્ટિસ્ટ શ્રીમતી હિરલ અમર શાહ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રાજેશ ગૌતમ સાક્ષી (વિટનેસ)
શ્રીમતી હેતમ અગ્રવાલ સાક્ષી ( વિટનેસ)
શ્રી રાજુ શાહ વિશેષજ્ઞ ( એક્સપર્ટ)
શ્રી મહેશ તીર્થાણી (GCCI) ના નિરીક્ષણમા આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમ ગાંધીધામ જીતો ચેપ્ટર ચેરમેન શ્રી મંયક સિંઘવી અને લેડીઝ વિંગ ના અધ્યક્ષ શ્રીમતી સંગીતા શાહ, મંત્રી નિકુંજ ચોપરા તેમજ કારોબારી સભ્યોના નેતૃત્વ હેઠળ પુરો થયો.