ઇન્દિરા ગાંધીએ લડાઈના નામે રાજકારણ નહોતું કર્યું અને આ તો સેનાની બહાદુરીના નામે મત માંગવા નીકળ્યા છે :પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

નર્મદા

ઇન્દિરા ગાંધીએ લડાઈના નામે રાજકારણ નહોતું કર્યું અને આ તો સેનાની બહાદુરીના નામે મત માંગવા નીકળ્યા છે :પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

મનરેગા માં ચાલી રહેલા કૌભાંડ અંગે ભાજપના મંત્રી પાસે રાજીનામુ નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ કેમ નથી કરતા?

નર્મદાના ગરુડેશ્વર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ખાસ ઉપસ્થિતિ

રાજપીપલા, તા 4

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ ની વિસ્તૃત કારોબારી યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

ગરુડેશ્વર ખાતે આજે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કરોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાયની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિની કારોબારી યોજાઈ હતી એ કારોબારીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,વાંસદાના ધારાસભ્ય અન્નત પટેલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં કારોબારીમાં ભાષણ કરતા શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણીઓ કરી હતી તેમને કહ્યું હતું કે 56 ની છાતી વાળાએ ઓપરેશન સિંદુર કર્યું પણ હવે ભાજપવાળા સિંદુર ની ડબ્બી ઓ લઈને નીકળ્યા છે એમને ખબર નથી કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે મહિલાઓ માત્ર તેમના પતિ ના નામનો જ સેથો પુરે છે
એ અન્ધભક્તો તમે તમારા ઘરે આ સિંદુરની ડબ્બીઓ આપજો અને તે સિંદુર પેલા ના નામ એટલે મોદી ના નામનુ પુરાવજો.મારી માતા બહેનો આ સિંદુર નહિ પુરે અને જો સિંદુર ની ડબ્બી આપવા આવે તો એ ભાજપીયાઓને એક તમાચો મારજો જ્યારે શક્તિસિંહ 1971 ના યુદ્ધ ને યાદ કરી ને કહ્યું કે તે સમયે પણ અમેરિકા એ સિઝફાયર ની વાત કરી હતી પણ વિરાંગના ઇન્દિરા ગાંધીજીએ એમને ના પાડી દીધી હતી. ઇન્દિરા ગાંધીએ લડાઈના નામે રાજકારણ નોહતું કર્યું અને આ તો સેનાની બહાદુરીના નામે મત માંગવા નીકળ્યા છે જાવું હતું ને બોર્ડર પર બખ્તર પહેરી ને લડવા માટે યુક્રેન ના રાષ્ટ્રપતિ ની 56 ઇંચ ની છાતી છે આમનું તો શું 56 ઇંચ નું છે એ મને ખબર નથી હા એમને બીક બહું લાગે છે એ ખબર છે મને અને કહે હું હિન્દૂ છું.ઓપરેશન સિંદુર આપણી સેના એ કર્યું એને અભિનંદન શક્તિસિંહ ગોહિલે આપ્યા હતા.ભાજપ નો મિનિસ્ટર મનરેગા ના કરોડો રૂપિયા ખાઈ જાય એ આદિવાસી સમાજ નો અન્યાય છે એની સામે લડવું પડશે

શક્તિસિંહ ગોહિલે મનરેગા માં ચાલી રહેલા કૌભાંડ બાબતે કહ્યું કે નક્કર પુરાવા છે તો પણ ભાજપ ના મંત્રી પાસે રાજીનામુ નથી માંગતા કે તેને મંત્રી પદ પરથી દૂર પણ નથી કરતા જ્યારે કહેવા માગું છે કે કોઈપણ કૌભાંડી હોઈ ભાજપ, કોંગ્રેસ કે આપ નો તેની સમયે કાર્યવાહી થવી જ જોઈએ શક્તિસિંહ એ કહ્યું કે મારો સાગો ભાઈ પણ હોઈ તો તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ પણ આ ભાજપીયા તેમની સરકાર ના મંત્રી સામે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી

રાહુલ ગાંધી એ કોંગ્રેસના ગુજરાત ના સંગઠનમાં ફુટેલી કારતુસો છે ભાજપ સાથે ના મળતીયા છે તેમ મધ્યપ્રદેશની એક સભામાં કહ્યું હતું તેની સામે શક્તિસિંહ એ કહ્યું કે કોંગ્રેસ ના મોટા નેતાઓ જિલ્લાઓમાં 4 થી 5 દિવસ રોકાયા હતા શક્તિસિંહે કહ્યું કે મેં જ કહ્યું કે દિલ્લીથી આવેલા નેતાઓને કે જિલ્લામાં જે પણ વ્યક્તિ તમને યોગ્ય લાગે તે નેતાને સ્થાન આપો પક્ષ માટેની નિષ્ઠા અને સમર્પણ હોઈ તેવા કાર્યકર્તાઓ ને જ હોદ્દાઓ મળવા જોઈએ

ગરુડેશ્વર ખાતે આજે ગરુડેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિની કરોબારી અને આદિવાસી સમાજ પર થતા અન્યાય ની સામે વિરોધમાં કોંગ્રેસ સમિતિ ની કારોબારી યોજાઈ હતી આ કારોબારી માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા તેમને કહ્યું કે સ્વતંત્રતા ના આંદોલન માં કોણ હતા એ કોંગ્રેસના નેતાઓ હતા આર એસ એસવાળા તો ગદ્દાર હતા ચાપલુસી કરતા હતા.આર એસ એસ વાળા એ 52 વર્ષ તિરંગો નથી લહેરાવ્યો કોઈ દિવસ રાષ્ટ્ર ગીત તેમણે નથી ગાયું.એ શેના રાષ્ટ્રભક્તો?

પોતાને વિશ્વ ગુરુ કહે અને છાતી 56 ની, રગો મેં સિંદુર પણ હજુ ડોનાલ્ડ ટ્રમ્પ કહે તો અંગુઠા પકડે એમની રાજનીતિ ને સમજી લો.ચૂંટણી સમયે આપણા એક પણ માણસે ચપટી ચવાણા અને દારૂ માં વેચાવું જોઈએ નહીં.દર્શનાબેન હોય કે કુબેર ડીંડોર હોઈ એમને કહી દો અમે વનવાસી નથી આદિવાસી છે આદિવાસી, ઓબીસી અને દલિત સમાજ માંથી આવતા સરકારી બાબુઓ ને પણ જીગ્નેશ મેવાણી એ કહ્યું કે ભૂલશો નથી તમે પણ આ જ સમાજ માંથી આવો છો રિટાયર્ડ થયા પછી ભાજપ,કોંગ્રેસ અને આપ ની ટિકિટો લેવા નીકળી પડો છોએમ કહી આકરા પ્રહારો કર્યા હતા

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા