ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર PM મોદી આજે ગુજરાત આવશે

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર PM મોદી આજે ગુજરાત આવશે

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. 26-27 મેના રોજ તેઓ વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદ જશે. વડોદરામાં કર્નલ સોફિયાના પરિવારની હાજરી સાથે રોડ શો થશે. ભુજમાં ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. કુલ 3 રોડ શો અને 2 જાહેરસભા યોજાશે.

સવારે 10થી સાંજે 7 સુધી PM મોદી વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.