નર્મદાના ચોપડવાવ,કાકડીઆંબા ડેમને હાઈ એલર્ટમોડ પર મુકાયા
પાંચ ગામોને સાવધાન કરાયા
સાગબારા તાલુકામાં આવેલો કાકડીઆંબા ડેમ ૯૦ ટકા ભરાયો
દશ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા
ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વર્ષાથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકધારી આગળ વધી રહી છે.
રાજપીપલા,તા15
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
ગુજરાતમાં તો હાલ ભારે વરસાદ નથી વરસી રહ્યો પણ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વર્ષાથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકધારી આગળ વધી રહી છે. બીજી તરફ ભરૂચ અને નર્મદા જિલ્લાના હાઈ એલર્ટ 5 પૈકી 3 ડેમ છલકાઈ રહ્યા છે. જ્યારે 2 ઓવરફ્લો થવાની કગારે આવીને ઊભા છે.
ગુજરાતમાં તો હાલ ભારે વરસાદ નથી વરસી રહ્યો પણ ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વર્ષાથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી એકધારી આગળ વધી રહી છે. બીજી તરફ ભરૂચ અને નર્મદા જિલ્લાના હાઈ એલર્ટ 5 પૈકી 3 ડેમ છલકાઈ રહ્યા છે. જ્યારે 2 ઓવરફ્લો થવાની કગારે આવીને ઊભા છે.
સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135 મીટરે પહોંચી.
હાલ ડેમમાં પાણીની આવક 75,073 ક્યુસેક નોંધાઈ
નર્મદાની વાત કરીએ તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસથી નર્મદા જિલ્લાના કાકડી આંબા અને ચોપડવાવ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. જ્યારે કરજણ ડેમનું રૂલ લેવલ જાળવવા વીજ ઉત્પાદન વતી નદીમાં પાણી ઠલવાઇ રહ્યું છે.
નીચાણવાસ ભરૂચ અને નર્મદામાં વરસાદના કારણે આવી સ્થિતિ છે ત્યારે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસી રહેલો વરસાદ પણ ડાઉન સ્ટ્રિમમાં સંભવિત પુરનું જોખમ ઉભું કરી શકે તેમ છે. હાલ મધ્યપ્રદેશના 8 જિલ્લામાં એલર્ટ જારી છે. સરદાર સરોવરના ઉપરવાસમાં મદયપ્રદેશના તવા સહિતના દરવાજા ખોલી નાખવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થતા સપાટીમાં 10 થી 12 સેમીનો એકધારો વધારો થઈ રહ્યો છે.
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમ એલર્ટ મોડ પર મૂકેલ છે. ભારે વરસાદના પગલે સ્થાનિક લોકોને સાવચેત કરવા માટે પાંચ ગામોને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ચોપડવાવ ડેમની પૂર્ણ સપાટી ૧૮૭.૪૦ મીટરની છે.ડેમની સપાટી ૧૮૬.૧૦ મીટર સુધી પહોંચી જવા પામી છે. ચોપડવાવ ડેમની કુલ સંગ્રહ શક્તિના ૮૦ ટકા જથ્થો પાણીથી ભરાયેલો છે. જેથી આ ડેમની સપાટી એલર્ટ સ્ટેજ લેવલે પહોંચી જવા પામી છે. ભારે વરસાદના પગલે ડેમની સપાટી ગમે ત્યારે ૧૮૭.૪૦ મીટરે પહોંચવાની શક્યતા છે અને ઓવરફ્લો થવાની સંભાવના રહેલી છે. જેથી ડેમના હેઠવાસના સાગબારા તાલુકાના સીમઆમલી, ભવરી સાગર, કેલપાટ, પાંચ પીપરી, મળી કુલ પાંચ ગામોના સ્થાનિક લોકોને સાવચેત કરવામાં આવે છે અને સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને આ સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી છે તેમ ડિઝાસ્ટર મામલતદારની યાદીમાં જણાવાયું છે
જયારે વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કાકડીઆંબા ડેમમાં પાણીની આવક થતા આ ડેમની પૂર્ણ સપાટી ૧૮૭.૭૧ મીટરની છેઆ ડેમની સપાટી ૧૮૭.૧૦ મીટરે મહોંચી છે. ડેમની કુલ સંગ્રહ શક્તિના ૯૦ ટકા પાણીથી હાલ ભરેલો છે. અને પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે. ભારે વરસાદના કારણે ડેમની સપાટી ગમે તે સમયે ૧૮૭.૭૧ મીટરે પહોંચીને ઓવર ફ્લો થવાની સંભાવના છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર નર્મદા ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા, નાના ડોર આંબા, મકરણ, કુવડાવાડી, રોઝદેવ, દતવાડ, પાટીટાવલ, ગોળમુંધ, નાની દેવરૂપણ મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે
હવે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ જો ભારે વરસાદ વરસે તો પુરનું સંભવત સંકટ ઉભું થઈ શકે છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા