હાલ જી.પી.એસ.સીની ભરતી માં થયેલી કાર્યવાહીનો વિરોધ કરતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું નિવેદન
ચોક્કસ જાતિના લોકોને લેવામાં આવે છે જ્યારે એસ સી,એસ ટી અને ઓબીસી જેવી જાતિ ના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે
ઇન્ટરવ્યુ માં જે પુછવાનું હતું તે જ મોક ઇન્ટરવ્યુ માં પૂછ્યું અને ચોક્કસ જાતિ ને સપોર્ટ કરવામાં આવ્યો
ચૈતર વસાવા એ ચેરમેન હસમુખ પટેલ અને કમીટીને બરખાસ્ત કરવાની માંગ કરી
રાજપીપલા, તા. 19
જી.પી.એસ.સીની ભરતી માં થયેલી કાર્યવાહી બાબતે ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાંચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે
ચોક્કસ જાતિના લોકોને લેવામાં આવે છે જ્યારે એસ સી,એસ ટી અને ઓબીસી જેવી જાતિ ના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છેહાલ જે ભરતીપ્રક્રિયા ચાલે છે તેનો વિરોધ ચૈતર વસાવાએ કર્યો છે.
ચેરમેન હસમુખ પટેલ અને તેમની કમિટી દ્વારા સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા. અનેઇન્ટરવ્યુ માં જે પુછવાનું હતું તે જ મોક ઇન્ટરવ્યુમાં પૂછ્યું અને ચોક્કસ જાતિને સપોર્ટ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.
આ અંગે ચૈતર વસાવાએ ચેરમેન હસમુખ પટેલ અને કમીટીને બરખાસ્ત કરવાની માંગ કરીછે.
અત્રે ઉલ્લેખનીય છે કે એસ સી,એસ ટી અને ઓબીસી ના ઉમેદવારો જે લેખિતમાં પાસ થયા તેમને મૌખિક ઇન્ટરવ્યુ માં નાપાસ કરવામાં આવ્યા હતા. જયારે
ઈ ડબલ્યુ એસના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા જેમના લેખિત માં માર્ક ઓછા હતા.
ચેરમેન હસમુખ પટેલ અંગે પ્રતિક્રિયા આપતાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે એમની માનસિકતા જાતિવાદી છે.હસમુખ પટેલના કાર્યભાર દરમ્યાન જે લોકો ની ભરતી થઈ છે તેની સામે તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવેએવી માંગ પણ કરી હતી.
તસવીર:દીપક જગતાપ, રાજપીપલા