ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની સાતમી વાર ભવ્ય જીત

(દીપક જગતાપ દ્વારા )

ભરૂચ બેઠક પર મનસુખ વસાવાની સાતમી વાર ભવ્ય જીત

માં હરસિધ્ધિ નાં આશીર્વાદ મનસુખભાઈને ફળ્યા

ગત ટર્મ કરતા લીડ ઘટી તે અંગે કરી ચિંતા વ્યક્ત કરી

ડેડીયાપાડા અને ઝઘડીયા વિધાનસભા વિસ્તારમાં ભાજપા ની ઘટી લીડ.

જીત માટે તમામ ધારાસભ્યો, કાર્યકર્તાઓનો મનસુખ વસાવાએ આભાર માન્યો

ચૈતર વસાવાએ હાર સ્વીકારી

અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું.-ચૈતર વસાવાએ

રાજપીપલા તા 4

ભરૂચ લોકસભા બેઠક પર મનસુખ વસાવાનો સાતમી વાર ઝળહળતો વિજય થયો હતો.જયારે ચૈતર વસાવાનો પરાજય થતા તેમણે હાર સ્વીકારી હતી.

માં હરસિધ્ધનાં આશીર્વાદ મનસુખભાઈને ફળ્યા હતા. આજે વહેલી સવારે રાજપીપલા ઘરેથી પૂજા પાઠ કરી પત્ની સાથે હરસિધ્ધિ માતાનાં દર્શન કરી માતાજીનાં આશીર્વાદ મેળવી ભરૂચ પહોંચ્યા હતા. દરેક રાઉન્ડમાં મનસુખભાઈને લીડ મળી હતી

ભરૂચ લોકસભા બેઠક પર
મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી . કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતેસવારે 8 વાગ્યાથી મત ગણતરીશરૂ કરવામાંઆવી હતી જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની મત ગણતરી હાથ ધરાઈ હતી. ત્યારબાદ ઇવીએમ માં મત ગણતરી રાઉન્ડ વાઇઝ શરૂ થતા પ્રથમ રાઉન્ડથી ભાજપાનાં મનસુખ વસાવા સતત આગળ જણાતા હતા અને દરેક રાઉન્ડમાં તેમની લીડ વધતી હતી વચ્ચે વચ્ચે ચૈતર વસાવા લીડ કાપતા નજરે પડતા હતા પણ મનસુખ વસાવાની લીડ દરેક રાઉન્ડ માં વધતી જતી હતી પ્રથમ રાઉન્ડ માં 4205,પાંચમા રાઉન્ડ માં 50 હજાર ક્રોસ કરીને 51458 મતથી આગળ વધ્યા હતા. ત્યારબાદ 9 માં રાઉન્ડ માં લીડ વધીને 75369મત વધી હતી.10 માં રાઉન્ડ નાં 10 હજાર ની લીડ કપાયા બાદ 15 માં રાઉન્ડ માં ભાજપા ની લીડ વધીને 90,389પર પહોંચી હતી.16 રાઉન્ડ માં મનસુખ ભાઈ 1 લાખની લીડ ક્રોસ કરી 1,01,002 મતથી આગળ રહ્યાં હતા.19માં રાઉન્ડમાં મનસુખ વસાવા ને 541883 મળ્યા હતા જયારે ચૈતર વસાવાને 447133 મત મળ્યા હતા જેમાં જેમાં 20,000જેવા નોટા નાં મત પણ ચિંતા ઉપજાવે તેવા જોવા મળ્યા હતા

આખરી પરિણામ જોતા

BJP મનસુખભાઈ વસાવા ને 602146કુલ મત મળ્યા હતા. તો
આપનાં ચૈતર વસાવા ને 513466 મત,
BAP દીલીપભાઇ છોટુભાઈને 9865 મત,
અપક્ષ સાજીદ યાકુબ મુનશી ને 9838 મત,
બસપના વસાવા ચેતન કાનજીભાઈને 6256 મત
જયારે 22897નોટા નાં મત પડ્યા હતા

ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા ની લીડ 88680મતો થી વિજય થયો હતો
1182906મત પડ્યા હતા

જયારે સાતમી વાર વિજયી બનેલાં મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ મને સાતમી વખત ટિકિટ આપી. ભરૂચ લોકસભા ના મતદારોએ મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટી પર જે વિશ્વાસ મૂક્યા છે સૌનો હું આભાર માનું છું. ભલે અમે ડેડીયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં અમે માઈ નસ રહ્યા છે પરંતુ એની પણ અમે સમીક્ષા કરીશું.જીત એ જીત છે અમે 80,000 મતની જીત્યા છે. તે માટે જિલ્લા અને તાલુકા લેવલના કાર્યકરો નો પણ હું આભાર માનું છું.તેમણે તમામ ધારાસભ્યોના આભાર માનતા જણાવ્યું હતું કે આ તમામ ધારાસભ્યએ મારા માટે સખત મહેનત કરી છે. આવનારા દિવસોમાં જે પણ પ્રશ્નો છે સંગઠનની સાથે રહીને પાર પાડીશું. રાજકોટની જે ઘટના બની છે તેને ધ્યાનમાં રાખીને અમે કોઈ ડીજે કે મીઠાઈ વહેંચીશું નહીં,અને સદાઈથી કાર્યકર્તાઓને મળીને એકબીજાને શુભેચ્છા વ્યક્ત કરીશું અને આભાર માનીશું, એમના મીડિયાં નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.તેમણે ભરૂચ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

જોકે 16માં રાઉન્ડનાં અંતે જ ચૈતર વસાવાને હાર જણાતા એમણે હાર સ્વીકારી લીધી હતી અને મીડિયા સમક્ષ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા. આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું.અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છીએ.જે લોકો પાંચ લાખની લીડ ની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે. ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે. ભરૂચ લોકસભા ના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોને હું આભાર માનું છું..

ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માગું છું કે આજે પણ હું ડેડીયાપાડા નો ધારાસભ્ય છું. ભવિષ્યમાં આવનાર દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ. મારી ઉંમર હજી નાની છે મારે હજુ ઘણું શીખવાનું છે. આ ચૂંટણી ચૂંટણીમાંથી પણ ઘણી શીખીશું અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારું તો ચૂંટણી લડીશું.
જે જનાદેશ જનતાએ આપ્યો એ બદલ ધન્યવાદ કરતા જણાવ્યું હતું કે જનતાએ મને નેતા તરીકે સ્વીકાર્યો છે.ભાજપની 5 લાખની જીતના દાવા વચ્ચે ભાજપના ઉમેદવાર 1 લાખની અંદર આવી ગયા.આગામી દિવસમાં અમે તાકાત થી લડીશું.
અમારા સાથીઓએ કહું મહેનત કરીશું.કેજરીવાલની ખોટ પડીએમ પબ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.
કોંગ્રેસના સાથીઓએ મહેનત કરી છે,મુમતાજ બહેને પણ મહેનત કરી હોવાનું જણાવ્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ બેઠક પર પાંચ લાખની લીડ ભાજપને મળી નહોતી જે લીડ એક લાખ સુધી પણ પહોચી શકી નહોતી ગત 2019 ની લીડ કરતાં પણ ઓછી લીડ મળી હતી જે જોકે ચૈતર વસાવાએ ભાજપાને જબર દસ્ત ટક્કર આપી એક મજબૂત ઉમેદવાર તરીકે બહાર આવ્યા હતા. ખાસ કરીને ડેડીયાપાડા અને ઝગડીયાં બેઠક માં આદિવાસી મતદારો અને ક્ષત્રિય મતદારો ભાજપની વિરોધમાં રહેતા ભાજપાને મોટો ફટકો પડ્યો હતો. આગામી તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપાને મંથન કરવું પડે તો નવાઈ નહીં.
જોકે મનસુખ વસાવા સતત સાતમી વાર ભરૂચ બેઠક જીતીને નવો વિક્રમ સરજ્યો છે. ફાયરબ્રાન્ડ નેતાએ વિનમ્રતા બતાવીરાજકોટ ઘટનાનાં શોકમાં જીતની ખુશાલી નહીં મનાવી સાદાઈથી શુભેચ્છા પાઠવવાનાં નિર્ણયને લોકોએ વધાવ્યો હતો. મનસુખ વસાવા નું રાજકીય કદ આગામી દિવસોમાં વધે તો નવાઈ નહીં.

………………………………..
ભરૂચ સંસદીય બેઠકની મત ગણતરીનું મંગળવારે કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતે શરૂ કરાઈ હતી.

તુષાર સુમેરા-કલેકટર,ભરૂચનાં જણાવ્યા અનુસાર વિધાનસભા દીઠ મતગણતરી 14 ટેબલો પર હાથ ધરાઈ હતી 7મી મેના રોજ થયેલા મતદાનમાં 11.91 લાખ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કે.જે. પોલીટેકનિક કોલેજ ખાતે યોજાનારી મતગણતરીમાં કરજણ,ડેડીયાપાડા,જંબુ સર,વાગરા, ઝઘડીયા, ભરૂચ અને અંકલેશ્વર મળી
7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ
અલગ 14 ટેબલો પર ગણતરી હાથ ધરાઈ હતી.
જેમાં એક ટેબલ દીઠ 1- માઈક્રોઓબ્ઝર્વર,1-કાઉન્ટીંગ સુપરવાઈઝર, 1-આસિસટન્ટ સુપરવાઈઝર રહેશે. 98 ટેબલ પર એકીસાથે મતગણતરી હાથ ધરાશે. જ્યારે 18 ટેબલ પરપોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી.કરજણના
239 મતદાનમથકોના અંદાજિત 18 રાઉન્ડ, –
ડેડીયાપાડામાં 313 મતદાન મથકોના અંદાજિત
23 રાઉન્ડ, જંબુસરમાં 272 મતદાન મથકોના
અંદાજિત 20 રાઉન્ડ, વાગરામાં 249 મતદાન
મથકોના અંદાજિત 18 રાઉન્ડ, ઝઘડીયામાં 313 મતદાન મથકોના અંદાજિત 23 રાઉન્ડ, ભરૂચમાં 260 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ, અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડ મળી કુલ- 1893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મતગણતરી કરાઈ હતી સવારે 8 કલાકથી પોસ્ટલ બેલેટ અનેઈવીએમની મતગણતરીહાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું
……………………………….

તસવીર અને અહેવાલ :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *