મુદ્દત અરજી પર જજ હાથથી લખેલા હુકમો પૂર્ણ થતાં પહેલા છેકછાંક કરીને નવો હુકમ કરતા હોવાની ગંભીર ફરિયાદ

નર્મદા જિલ્લાના બાર એસોસીએશને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે.ખાંટની ગેરવર્તણૂક. સામે વિરોધ નોંધાવ્યો

મુદ્દત અરજી પર જજ હાથથી લખેલા હુકમો પૂર્ણ થતાં પહેલા છેકછાંક કરીને નવો હુકમ કરતા હોવાની ગંભીર ફરિયાદ

કોર્ટના કામકાજથી અળગા રહેવાનો કર્યો ઠરાવ

ચોક્કસ ઠોસ કારણ વગર
મોટા અને ખોટા દંડ કરવામાં આવ્યાની ફરિયાદ

વ્યાજબી કારણો હોવા છત્તા વૉરંટ કાઢી પક્ષપાતી હુકમો કરવાનો આરોપ

રાજપીપલા, તા 4

નર્મદા જિલ્લાના બાર એસોસીએશને એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે.ખાંટની ગેરવર્તણૂક. સામે વિરોધ નોંધાવી કોર્ટના કામકાજથી અળગા રહેવાનો ઠરાવ કરી નર્મદા જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ
ડિસ્ટ્રિક્ટ કોર્ટ, રાજપીપળાને લેખિત રજૂઆત કરાઈ છે.

જેમાં મુદ્દત અરજી પર જજ હાથથી લખેલા હુકમો પૂર્ણ થતાં પહેલા છેકછાંક કરીને નવો હુકમ કરતા હોવાની ગંભીર ફરિયાદ કરાઈ છે. એ ઉપરાંત ચોક્કસ ઠોસ કારણ વગરમોટા અને ખોટા દંડ કરવામાં આવ્યાની ફરિયાદ કરાઈ છે. ઉપરાંત વ્યાજબી કારણો હોવા છત્તા વૉરંટ કાઢી પક્ષપાતી હુકમો કરવાનો આરોપ કરાયો છે

રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાના બાર એસો.ના સભ્યોની તા. ૦૩/૦૬/૨૦૨૪ ના રોજની જનરલ મિટિંગ. મળી હતી. આ મિટિંગમાં
સર્વાનુમતેરાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે.ખાંટની ગેરવર્તણૂકના અનુસંધાને આવેલા સિનિયરએડવોકેટની અરજીની વિગતે નર્મદા જિલ્લા બાર
એશોશીએશનના તમામ સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવીહતી.જેમાં
રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.કે.ખાંટની કોર્ટમાં
પક્ષપાતી વલણ કરવામાં આવે છે. મુદ્દત અરજી પર પોતે હાથથી લખેલા હુકમો પૂર્ણ થતાં પહેલા
તેમાં છેકછાંક કરીને નવો હુકમ કરે છે. જે તદ્દન પક્ષપાતીભર્યા વલણ જણાય આવે છે. આ
રજૂઆત અત્રેના બાર ના તમામે તમામ સભ્યોની સર્વાનુમતે ની રજૂઆત છે, જે રજુઆતખોટી કે એકતરફી ન હોય શકે.
હાલમાં જ છેલ્લા ઘણા સમયથી રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ
જે. કે, ખાંટની વિરોધ્ધમાં બાર એશોશીયેશનમાં ઘણી રજૂઆતો આવી રહેલ હતી. જે રજૂઆતોના આધારે બાર એસો. ના હોદેદારોએ એક થી બે વાર અત્રેના જીલ્લાના નર્મદા જિલ્લાના
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજસમક્ષ રૂબરૂ મૌખિક રજૂઆત કરેલ તથા
રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે, ખાંટને પણ મૌખિક
રજૂઆત રૂબરૂ રજૂઆતો કરેલી તેમ છતાં આજદિન સુધી રાજપીપલાના એડિશનલ ચીફ
જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે. ખાંટ ની વર્તણૂક માં કોઈ ફેરફાર થયેલ નથી, જે
અનુસંધાને હાલમાં અત્રેના નર્મદા જિલ્લા બાર એશો. ના સિનિયર તથા જુનિયર વકીલમિત્રો દ્રારા
લેખીત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવેલી, જે અનુસંધાને આજરોજ તા.૦૩/૦૬/૨૦૨૪
ના રોજ નર્મદા જિલ્લા બાર એસો. ના બાર રૂમમાં થયેલ જનરલમીટિંગ માં સદર મુદ્દા બાબતે ખૂલીને ચર્ચા કરતાં નીચેના મુદ્દાઓ રાજપીપલાના એડિશનલ ચીફ
જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે.કે
ખાંટની વર્તણૂક તથા તેમના આવા વર્તન કે જેનાથી
બાર અને બેન્ચ વચ્ચેનો પવિત્ર સંબંધ ને ગંભીર અસર થાય તેમ હોઈ જેથી નર્મદા જિલ્લા બારએસો. દ્વારા રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે.ખાંટની કોર્ટ વિરૂધ્ધ તા.04/06/2024 ના રોજથી અચોક્કસ મુદ્દત સુધી કામકાજ થી અળગા
રહેવાનો આથી સર્વાનુમતે નિર્ણય ઠરાવ કરવામાં આવેલા છે.

વધુમાં જણાવાયું છે કે રાજપીપળા નર્મદા જિલ્લાની જનતા ખૂબ જ ગરીબ છે અને જેઓને કોઈ ચોક્કસ ઠોસ કારણ વગર
મોટા અને ખોટા દંડ કરવામાં આવ્યા છે અને વકીલો તથા પક્ષકારો મનુષ્યો છે જેથી ક્યારેક
તેઓની તબીયત નાદુરસ્ત અને નરમ ગરમ થાય કે અન્ય કોઈ સામાજિક કે ધાર્મિક પ્રસંગમા
રોકાયેલા હોઈ શકે તેવા યોગ્ય અને વ્યાજબી કારણો હોવા છત્તા વૉરંટ કાઢવામાં આવેલા છે
તેમજ પક્ષપાતી હુકમો કરવામાં આવેલ છે.
વકિલોને યોગ્ય અને પુરતી તકો આપ્યા શિવાય સ્ટેજ બંધ કરી દેવા ફરીયાદો કાઢી નાખવી,
એકતરફી હુકમો કરી દેવા વિગેરે જેવી કાર્યવાહી થી બાર એશો. ના સભ્યો ઘણાં નારાજ હતા અને જે
બાબતે બાર એસો. ના સભ્યોએ રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ
જે. કે. ખાંટનું ધ્યાન દોરેલ પરંતુ તેઓની વર્તણૂક મા કોઈ ફેરફાર થયેલ નથી અને બાર
ના સભ્યો સાથે અશોભનીય રીતે બોર્ડ ઉપરથી બોલતા હોય છે. એ સિવાયના અન્ય ઘણા મુદ્દાઓછે.
જે બાર એશો. ના સભ્યોને રૂબરૂ રજૂઆતની તક મળશે ત્યારે રજૂઆતો કરશે. જેથી આજની
મીટીંગ મા સર્વાનુમતે થયેલ ઠરાવ મજુબરાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. કે. ખાંટની કોર્ટ વિરૂધ્ધ તા.04/06/2024 ના રોજથી અચોક્કસ મુદ્દત સુધી
કામકાજ થી અળગા રહેવાનો આથી સર્વાનુમતે નિર્ણય ઠરાવ કરીયે છીએ.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *