કર્ણાટકના ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલને એક્ઝિટ કરી દે તેવાં છે. કાઠીયાવાડમાં એક કહેવત છે કે ડોશી રોજ દિતવાર ન રહે એટલે કે સમયના ચક્રમાં તેનો કાંટો સતત ફર્યા કરે છે. કોઈ ઘટના વારંવાર આકારિત થતી નથી. તેથી ભાજપ માટે આ પરિણામો થોડો આચંકો તો ગણાય જ! પણ કોંગ્રેસે વર્ષો પછી જે પ્રકારે જીત મેળવી તેનાથી તે વધુ પડતી ઉત્સાહિત છે. પરંતુ તેણે હરખાવાની જરૂર નથી તેને મળેલાં મતો તેના તરફ પ્રેમ દર્શાવતા નથી પરંતુ તે ભાજપને એક્ઝિટ કરવા માંગતા હતાં. તેથી સ્વાભાવિક છે કે બીજાને એન્ટ્રી આપવી પડે અને તેથી કોંગ્રેસને ત્યાં ખૂબ લાંબા વનવાસ પછી 135 જેટલી બેઠકો બહુમતીથી પણ વધુ બેઠક મેળવીને એક સ્થિર સરકાર આપી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું. પરંતુ તે બધામાં ભાજપ એ જ્યારે પરિણામની સમીક્ષા કરવાની આવે ત્યારે તે સમીક્ષામાં કેટલીક બાબતો ખાસ નોંધપાત્ર ગણવી જોઈએ.
ભાજપને માત્ર 66 બેઠકોથી સંતોષ માની લેવો પડ્યો તેમાં બે ત્રણ કારણો સૌથી મહત્વના દેખાઈ રહ્યાં છે.પહેલું છે ભ્રષ્ટાચારનો મુદ્દો બાસવરાજના પગાર વધારાના ભ્રષ્ટાચારના મુદ્દા એ ખૂબ હાવી કહી શકાય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું. ભાજપ યદુરપ્પાને અન્ડર એસ્ટીમેન્ટ ગણીને બાસવરાજને નેતૃત્વ આપવાની જે ભૂલ કરી છે. તેનું પરિણામ તેને ભોગવવાનું આવ્યું. લિંગાયત કોમ્યુનિટીમાં જોઈએ એટલું બાસવરાજનું પ્રભાવ જોઈ શકાયો નહીં. તેની સામે ડી કે શિવકુમાર અને સિધ્ધા રામૈયા જેવાં કોંગ્રેસના નેતાઓ ખૂબ અસરકર્તા સાબિત થયાં.જે લોકોને પોતાના તરફ ખેંચી શક્યા. સને 2018 ની ચૂંટણી કરતાં તેને લગભગ 55 સીટનો નફો થયો છે જે ઓછો ન ગણી શકાય..!
ભાજપનો કર્ણાટકમા પાયો નાંખનાર પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા આ ચૂંટણીમાં સાઈડલાઈન રહ્યા. પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર અને પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવડીને ભાજપે ટિકિટ નકારી હતી, જ્યારે બંને નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને મેદાનમાં ઉતર્યા હતા. યેદિયુરપ્પા, શેટ્ટર, સાવડી, ત્રણેયને લિંગાયત સમુદાયના મોટા નેતાઓ માનવામાં આવે છે, જેમની અવગણના કરવી ભાજપને મોંઘી પડી.
ભાજપના હિન્દુત્વ કાર્ડ સામે ભ્રષ્ટાચાર કાર્ડ વધુ પ્રભાવક રહ્યું. ભાજપને બજરંગદળ નો મુદ્દો લવ જેહાદનો મુદ્દો વગેરે ઉઠાવીને હિંદુ મતો અંકે કરવાની રણનીતિ નિષ્ફળ રહી. તે પણ એવા સમયે કે સમગ્ર દેશમાં કેરાલા સ્ટોરી જેવી ફિલ્મ તુષ્ટિકરનુ વાતાવરણ ઊભું કરી રહી છે ત્યારે! બીજી તરફ ભાજપને દક્ષિણ ભારતના મુખ્ય પાંચ રાજ્યો કર્ણાટક, આંધ્ર પ્રદેશ, કેરળ, તામિલનાડુ અને તેલંગાણામાં કોઈ ખાસ ગજ વાગે તેવું નથી. પરંતુ તેમના માટે અહીંયા જે એક તક હતી તે પણ ગુમાવવાનો વારો આવ્યો તે આચંકારૂપ ગણી શકાય, એટલે ભાજપે સમગ્ર દક્ષિણ ભારતને હવે તેના સરવાળામાંથી બાદ કરવાનું રહ્યું તેવું દેખાય છે..!