સ્પૈન નાં બાર્સેલોનામાં આપણાં ૭૭ માં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી.
આ સમાચાર બાર્સેલોનામાં માં રહેતી ભાવના મયૂર પુરોહિત ની
દીકરી કલ્યાણી ધ્રુવ ત્રિવેદી એ
બાર્સેલોનામાં માંથી આ સમાચાર મોકલ્યા છે. ત્યાં
કેટેલ્યુનયાર- Catalunyaar
નામની સંસ્થા છે. આ સંસ્થા નાં અધ્યક્ષ સાગર ત્રિવેદી છે. એમાં ત્યાંનાં
ભારતીયો જોડાયેલા હોય છે. કલ્યાણી નાં પરિવાર માંથી પણ બે જણાં એમાં જોડાયેલા છે. રીટાબેન ત્રિવેદી અને સાગર ત્રિવેદી.
આ સંસ્થા દ્વારા
આપણાં દેશનાં
૭૭ માં ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ૧૫ મી ઓગસ્ટ નાં રોજ
સૌએ મળીને ધ્વજ વંદન કર્યું હતું. અંદાજીત બસ્સો જેટલાં
ભારતીયો ત્યાં ભેગા થયાં હતાં.
ધ્વજ વંદન પછી
ભારતીય અલ્પાહાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આપણે સૌએ ગર્વ લેવા જેવી વાત છે કે આપણો રાસ્ટ્રીય
તહેવાર પરદેશ માં પણ ઉજવાય છે.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૪/૮/2023.