*કચ્છ – વાગડ ની લાકડિયા ની દશનામી ગોસ્વામી છાત્રા ને SSC માં ૮૫.૨૦ આવતાં ગામ, સમાજ નું નામ રોશન કર્યું* રમેશ ગોસ્વામી “સારથિ”

કચ્છ વાગડના લાકડિયા ગામની એમ.કે.બી.ગડા હાઇસ્કુલમાં દશમા ધોરણમાં અભ્યાસ કરતી દશનામી સમાજની રચનાબેન રમેશપુરી ગોસ્વામી ને SSC માં ૮૫.૨૦% આવતાં સમાજ તેમજ ગામ અને સ્કૂલ નું નામ રોશન કર્યું હતું. છાત્રા રચના ગોસ્વામી આ અગાઉ MNS ની પરીક્ષા માં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ ગુણાંક સાથે ઉતીર્ણ થયેલ. ચેસ માં તાલુકા માં અવ્વલ નંબરે આવેલ. ઈતર પ્રવૃત્તિઓ માં પણ નંબર વન પર આવેલ. કોઈ પણ શાળાકીય પ્રવૃતિઓ માં રચના હમેશાં અવ્વલ નંબરે આવે છે. દશમા ધોરણ ના પરિણામ જાહેર થયેલ, જેમાં રચના ૮૫.૨૦ % સાથે ઉતીર્ણ થઈને ગામ તથા દશનામ ગોસ્વામી સમજનું નામ રોશન કર્યું હતું.