પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ.

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ થઈ છે. ઈમરાન પ્રોડક્શન માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટ ગયા હતા. અહીં પાકિસ્તાની રેન્જર્સ તેમને કોર્ટની બહારથી જ પોતાની સાથે લઈ ગયા. ઈમરાન ખાન ઘણા મામલામાં જામીન મેળવવા માટે HC પહોંચ્યા હતા. ઈમરાનની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે હાલમાં જ તેમણે પાક. ગુપ્ત એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા.