અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની માતાનું અવસાન
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જેકલીનની માતા કિમ ફર્નાન્ડિસનું અવસાન થયું. તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતી. તેમને હૃદયરોગનો હુમલો પણ આવ્યો હતો. તેથી, તેમની સારવાર મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી હતી. પણ આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. કિમના મૃત્યુ પર બોલિવૂડ કલાકારો અને ચાહકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.