(દીપક જગતાપ દ્વારા)
નર્મદાડેમ આજે વહેલી સવારે પહેલી વાર ઓવરફ્લો થયો
આજે સવારે સરદાર સરોવર નર્મદા ડેમ ના 9 ગેટ ખોલવામા આવ્યા
નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 134.75 મીટર પર પહોંચી
ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણી ની આવક
9 ગેટ માંથી 1.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવામાં આવી રહ્યું છે
પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તાર માં આવતા ગામો ને એલર્ટ
ધોધ પાસે ફોટા સેલ્ફીની મઝા માણતા પ્રવાસીઓ
આ પણ વાંચો: *પેરિસ ઓલિમ્પિકમાં ભારતના સફર પર પૂર્ણ વિરામ*
રાજપીપલા,તા 12
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ
આજે વહેલી સવારે પહેલી વાર ઓવરફ્લો થયો છે
આજે સવારે સરદાર સરોવર નર્મદા ડેમ ના 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદમાં 9 કલાકે બીજા 4 ગેટ ખોલી કુલ 9 ગેટ ખોલવામાં આવ્યાછે
જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી માં ધરખમ વધારોથઈ રહ્યો છે
નર્મદા ડેમની સપાટી સિઝન માં પ્રથમવાર 134.75 મીટર પર પહોંચીહતી.
મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 3,60,629 ક્યુસેક પાણી ની આવક નર્મદાડેમમાં થઈ રહી છે.નર્મદા ડેમ માં 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો નોંધાયો છે.હાલ નર્મદા ડેમ 87 ટકા ભરાતા હાઈ એલર્ટ પર મુકાયો છે.
નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તાર માં આવતા ગામો ને એલર્ટકરાયા છે નર્મદા ભરૂચ અને વડોદરા ના કાંઠા વિસ્તાર ના ગામો ને એલર્ટકરવામાં આવ્યા છે.
ગયા વખતે નર્મદાના વધામણા કરતી વખતે લાખો ક્યુસેક પાણી છોડતા કરોડોનું નુકસાન થયું હતું તેથી આ વખતે ડેમ સત્તાવાળાઓએ સાવચેતીના પગલા રૂપે આ વખતે તબક્કા વાર નર્મદામાં પાણી છોડવામાં આવી રહ્યું છે.
બીજી તરફ આજે રવિવારે રજાનો દિવસ હોવાથીનર્મદા ડેમ પહેલીવાર ઓવર ફ્લો થતાં પ્રવાસીઓ અદભુત નજારો જોઈને ઝૂમી ઉઠ્યા હતા.ડેમના 9 દરવાજા ખોલતા દ્રશ્યોને કેમેરા મોબાઈલમાં કંડારતા પ્રવાસીઓ નજરે પડતા હતા
વરસાદી પ્રકૃતિમય મનમોહક
દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા
રવિવારની રજામાં પ્રવાસીઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ જોવા માટે ઉમટ્યા હતા.પ્રવાસીઓએ ઓવરફ્લો નર્મદા ડેમ ની સેલ્ફી અને વિડિઓગ્રાફીનો આનંદ માણ્યો હતો
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા
….
0 thoughts on “નર્મદાડેમ આજે વહેલી સવારે પહેલી વાર ઓવરફ્લો થયો”