બંટિયા ગાર્ડન માં વૈકુંઠ ભાઈ જાની અને રમાગૌરી જાની નાં લગ્ન જીવન ની ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઉજવાયો :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.

સિકંદરાબાદ સ્થિત બંટિયા ગાર્ડન માં વૈકુંઠ ભાઈ જાની અને રમાગૌરી જાની નાં લગ્ન જીવન ની ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઉજવાયો હતો. તારીખ :     ૨ જી જુન રવિવાર નાં રોજ સવારે. આ પ્રસંગે મનોજ કુમાર ગૌડ ની મંડળી દ્વારા 
સંગીતમય  સુંદરકાંડ નું પારાયણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું ખુબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત જાની પરિવાર, મિત્રો મંડળી, શહેર નાં ગણ 
માન્ય મોભીઓ તેમજ  બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી 
તેમજ  શ્રી ગાયત્રી મહિલા મંડળ નાં કમિટી નાં સભ્યો તેમજ અન્ય ઘણાં માનવંતા 
 મહેમાનો પધાર્યા હતાં. સૌને 
સાથે પારાયણ કરવા માટે સુંદરકાંડ નાં પુસ્તકો પ્રદાન કરવામાં આવ્યાં હતાં. કેવું સરસ યોગાનુયોગ કે સુંદર કાંડ માં પણ ૬૦ દોહા  ચોપાઈઓ નો સમૂહ છે. સુંદર કાંડ નું મહત્વ એ છે કે હનુમાનજી એ લંકા માં પ્રવેશ કરી ને અશોક વાટિકા માં સીતાજી ને શોધી કાઢ્યાં હતાં. રામ નાં સંદેશ રુપે
હનુમાનજીએ સીતાજી ને પ્રભુ
શ્રી રામ ની મુદ્રિકા (વીંટીં) લાવી આપી હતી. સીતાજીએ
ભગવાન શ્રી રામ માટે પોતાનો
ચુડામણી હનુમાનજી સાથે રામ ને મોકવાવ્યો હતો.
આ પ્રસંગે ને અનુલક્ષીને
અશોકવાટિકા જેવો દેખાવ
કરવા માટે ફળો થી વાડી સજાવી હતી. એમાં દરેકે દરેક ફળો લટકાવવામાં આવ્યાં હતાં. જેવા કે… કેળાં, પપૈયા, કેરી, અનાનસ, સીતાફળ, સફરજન, દ્રાક્ષ, સક્કરટેટી, નાળિયેર વગેરે.
સુંદર સુગંધિત ફૂલો થી લતામંડપ બનાવવામાં આવ્યો હતો.
સમૂહ સુંદર કાંડ નું પારાયણ ભક્તિમય લાગતું હતું. વચ્ચે વચ્ચે પંડિતજી ની ભજન મંડળી ભજનો ગાતી હતી.
વચ્ચે જાની પરિવારે વૈકુંઠ ભાઈ જાની અને રમાગૌરી જાની નું બહુમાન કર્યું હતું.
વૈકુંઠભાઈ જાની શહેર માં એક ભલા માણસ તરીકે ખુબ પ્રતિષ્ઠિત છે.
બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી દ્વારા
“બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી
2024 એવોર્ડ” આપવામાં
આવ્યો છે. તેમ જ શાલ અને
સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં આવ્યાં છે.

બંટિયા ગાર્ડન માં વૈકુંઠ ભાઈ જાની અને રમાગૌરી જાની નાં લગ્ન જીવન ની ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઉજવાયો :-
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
7/6/2024.

જત જણાવવાનું કે સિકંદરાબાદ સ્થિત બંટિયા ગાર્ડન માં વૈકુંઠ ભાઈ જાની અને રમાગૌરી જાની નાં લગ્ન જીવન ની ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઉજવાયો હતો. તારીખ : ૨ જી જુન રવિવાર નાં રોજ સવારે. આ પ્રસંગે મનોજ કુમાર ગૌડ ની મંડળી દ્વારા
સંગીતમય સુંદરકાંડ નું પારાયણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નું ખુબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત જાની પરિવાર, મિત્રો મંડળી, શહેર નાં ગણ
માન્ય મોભીઓ તેમજ બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી
તેમજ શ્રી ગાયત્રી મહિલા મંડળ નાં કમિટી નાં સભ્યો તેમજ અન્ય ઘણાં માનવંતા
મહેમાનો પધાર્યા હતાં. સૌને
સાથે પારાયણ કરવા માટે સુંદરકાંડ નાં પુસ્તકો પ્રદાન કરવામાં આવ્યાં હતાં. કેવું સરસ યોગાનુયોગ કે સુંદર કાંડ માં પણ ૬૦ દોહા ચોપાઈઓ નો સમૂહ છે. સુંદર કાંડ નું મહત્વ એ છે કે હનુમાનજી એ લંકા માં પ્રવેશ કરી ને અશોક વાટિકા માં સીતાજી ને શોધી કાઢ્યાં હતાં. રામ નાં સંદેશ રુપે હનુમાનજીએ સીતાજી ને પ્રભુ
શ્રી રામ ની મુદ્રિકા (વીંટીં) લાવી આપી હતી. સીતાજીએ
ભગવાન શ્રી રામ માટે પોતાનો
ચુડામણી હનુમાનજી સાથે રામ ને મોકવાવ્યો હતો.
આ પ્રસંગે ને અનુલક્ષીને
અશોકવાટિકા જેવો દેખાવ
કરવા માટે ફળો થી વાડી સજાવી હતી. એમાં દરેકે દરેક ફળો લટકાવવામાં આવ્યાં હતાં. જેવા કે… કેળાં, પપૈયા, કેરી, અનાનસ, સીતાફળ, સફરજન, દ્રાક્ષ, સક્કરટેટી, નાળિયેર વગેરે.
સુંદર સુગંધિત ફૂલો થી લતામંડપ બનાવવામાં આવ્યો હતો.
સમૂહ સુંદર કાંડ નું પારાયણ ભક્તિમય લાગતું હતું. વચ્ચે વચ્ચે પંડિતજી ની ભજન મંડળી ભજનો ગાતી હતી.
વચ્ચે જાની પરિવારે વૈકુંઠ ભાઈ જાની અને રમાગૌરી જાની નું બહુમાન કર્યું હતું.
વૈકુંઠભાઈ જાની શહેર માં એક ભલા માણસ તરીકે ખુબ પ્રતિષ્ઠિત છે.
બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી દ્વારા
“બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી
2024 એવોર્ડ” આપવામાં
આવ્યો છે. તેમ જ શાલ અને
સ્મૃતિ ચિહ્ન પ્રદાન કરવામાં આવ્યાં છે.
સૌ આમંત્રિતો ને જાની પરિવાર તરફથી શાલ અર્પણ કરવામાં આવી હતી.
આદરણીય વડીલ શ્રી વૈકુંઠ દાદા અને પરમ પૂજ્ય રમાબા નાં પવિત્ર લગ્ન જીવન ની ષષ્ટિપૂર્તિ નાં પાવન મહોત્સવ પ્રસંગે. શબ્દ પુસ્પ-
વૈકુંઠભાઈ હૈદરાબાદ સિકંદરાબાદ બ્રહ્મ સમાજ નાં ચેરમેન પદે છે. તેમજ દક્ષિણ ભારત બ્રહ્મ સમાજનાં પૂર્વ પ્રમુખ છે. તેઓ એ ત્રણ વખત બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં પ્રમુખપદે રહી ને હેટ્રીક કરી છે. વૈકુંઠ દાદા ને સફેદ વસ્ત્રો પરિધાન ખૂબ જ ગમે છે.
તેઓ ને બ્રાહ્મણ જ્ઞાતિ માટે ઘણોજ પ્રેમ છે. તેઓ ની સાદગી અને સેવા હ્રદયસ્પર્શી છે. તેઓ અન્ય પણ ઘણાં સેવાકાર્યો કરે છે. પરંતુ બ્રાહ્મણ જ્ઞાતિ ની વાત આવે એટલે તેઓ તનમનધન થી સદા તૈયાર!!! તેઓ નાં માર્ગદર્શન થી અને જ્ઞાતિ માટે કામ કરવા ની તત્પરતા થી
સૌ કોઈ એ પ્રેરણા લેવી જોઈએ. પૂજ્ય રમાબા તેઓ નાં પ્રેરણામૂર્તિ છે.
સુંદરકાંડ માં ભક્તિ માં લિન થઈ ને ઘણી બહેનો એ ગરબા ની રમઝટ
બોલાવી લીધી હતી.
સુંદરકાંડ ની પુર્ણાહુતિ પછી આરતી કરવામાં આવી હતી. મંડપ માંથી બહાર જતી વખતે સૌને ઝીણી બુંદી નો વરખ વાળો લાડું પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાણે આપણે હનુમાનજી નો સાક્ષાત્કાર થતો હોય એવું લાગતું હતું. જમણવાર પ્રસાદી હતો. કાંદા લસણ વગર નું
સાત્ત્વિક ભોજન હતું. એ દિવસે એકાદશી હતી એટલે
ફળાહાર અને ફરાળ બંને ની સગવડ હતી. જમણવાર પછી ઘણાંખરાંઓએ હનુમાનજી ની વાનરસેના બની મંડપ માંથી ફળો તોડવાનો આનંદ ઉઠાવ્યો હતો!!!
પ્રસ્તુત છે ઉપસ્થિત બ્રાહ્મણો…
શ્રીમતી રમાગૌરી જાની અને શ્રી વૈકુંઠ જાની, તરુણ મહેતા, અજય ઓઝા, જીતેશ જાની, જનક બ્રહ્મભટ્ટ, રમેશ પંડ્યા, હરીશ દવે, હેમલ જોષી, હેમંત પંડ્યા, ભરત જાની, અશ્વિન ભટ્ટ, સિકંદરાબાદ, મયુર પુરોહિત, કલ્પના દવે, સાધના બંગારુ, વર્ષા ભટ્ટ, દક્ષા જોશી, રીટા જાની, નલિની પંડ્યા, ભવાની જાની, ક્રિષ્ના જોશી, ફાલ્ગુની ભટ્ટ, ફાલ્ગુની જોશી, ભાવના પુરોહિત અને અન્ય સર્વ બ્રાહ્મણ પરિજનો.
આ ઉપરાંત પણ અન્ય ઘણાં નામિઓ તથા અનામિઓ હાજર રહ્યાં હતાં.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
7/6/2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *