વાત તારી એટલે કરતો હતો,
શ્વાશ તારા નામના ભરતો હતો.
હીચકે ઝૂલે ભલે આખું નગર,
હું ગલીમાં આપની ફરતો હતો.
આપની જો “હા”હોય તો આવશો,
છે સવાલો એટલે ડરતો હતો.
ટમટમે છે આભમાં તારો સદા,
ભીતરે તારો સદા ખરતો હતો
ધોમધખતા તાપમાં એ છો બળે,
જોખમી દાવો કરી મરતો હતો.
– કલ્પેશ સોલંકી “કલ્પ”