સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગ્રાઉન્ડ ઉભરાયું

નર્મદા પોલીસ દ્વારા” રેવા રક્ષક ગરબા”નુંઆયોજન

સુરક્ષા અને સલામતી સાથે ગરબા ગ્રાઉન્ડ ઉભરાયું

નર્મદા પોલીસે ખેલૈય ઓને આપ્યો સુરક્ષા અને સલામતીનો મંત્ર
રાજપીપલા, તા 28

નર્મદા જિલ્લામાં નર્મદા પોલીસના મુખ્ય હેડ ક્વાર્ટર જીતનગર ખાતે “રેવા રક્ષક ગરબા “ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ અધિકારી સહિત સ્થાનિક નગરજનો ગરબે ઘૂમી રહ્યા છે. જેમાં ખેલૈયાઓ ટ્રેડિશનલ ગરબે ઘુમતા નજરે પડે છે.આ ગરબમાં નર્મદા પોલીસે ખેલૈયાંઓને અને સલામતીનો મંત્ર આપતાં ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયું છે

આજે ચારેબાજુ ગરબાનું વેપારીકરણ થવા લાગ્યું છે. તેવામાં નર્મદા જિલ્લા પોલીસ દ્વારા જે રીતે મોટા શહેરોમા ટ્રેડિશનલ ગરબાનું આયોજન થાય છે એ જ પ્રકારના ગરબાનું સુંદર આયોજન જીતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે “રેવા રક્ષક ગરબા “નું કરાયું છે. જેમાં જિલ્લાના પોલીસ અધિકારીઓ,કર્મચારીઓ તો ગરબે ઘૂમે છે સાથે સાથે સ્થાનિક નગરજનો પણ તેમની સાથે ગરબે સુરક્ષા સાથે ઘૂમી રહ્યા છે . આ ગરબા નું આયોજન નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરાયું છે અને આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે લોકો ગરબે તો રમે છે સાથે સાથે પોલીસની સુરક્ષા હોવાથી તેઓની સુરક્ષા ને લઈને પણ ચિંતા ન હોવાના કારણે મોટાભાગના પરિવારજનો અને વાલીઓ પોતાની યુવક યુવતીઓને અહીંયા જ ગરબે રમવા મોકલે છે કારણકે પૂરી સુરક્ષા સાથે તેમને દીકરીઓ અહીંયા ગરબે ઘૂમી રહે છે.. અહીંનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાઈ રહ્યું છે.

પોલીસ ગરબા દરમિયાન બનાસકાંઠાના એસ.પી પ્રશાંત શુમ્બે
સહ પરિવાર સાથે નર્મદા જિલ્લા પોલીસ ગરબામાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.જેઓની સાથે અન્ય પોલીસ અધિકારીઓએ પણ ગરબા રમતા હતા.ખાસ તો 24 કલાક ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ અધિકારી ઓ અને કર્મચારી ઓ આજે તેમના પરિવાર સાથે મન મૂકી ને ગરબે ઘુમતા પોલીસ પરિવાર તાણ મુક્ત થઈ ને આંનદ મનાવતા હોવાનો અનુભવ કરી રહ્યાં હતા

તસ્વીર:દીપક જગતાપ, રાજપીપલા