સલમાન ખાને લીધું લોરેન્સ બિશ્નોઈનું નામ!
અભિનેતા સલમાન ખાને પોતાના ઘર પર ફાયરિંગ મામલે મોટો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાને મુંબઈ પોલીસને જણાવ્યું કે, તેને લાગે છે કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસે સલમાનનું નિવેદન નોંધ્યું છે. નોંધનીય છે કે, 14 એપ્રિલે સલમાનના બાંદ્રા ખાતે આવેલ ઘરે બે બાઇક સવારોએ ફાયરિંગ કરી હતી. આ પછી પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી હતી.