રાત્રે 10 વાગ્યા પછી મોબાઈલમાં આવશે આ ખાસ મેસેજ
મેટા ઈન્સ્ટાગ્રામમાં ખાસ ફીચર ઉમેરી રહ્યું છે. બાળકોને રાત્રે 10 વાગ્યા પછી ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મથી દૂર રહેવા માટે આ ખાસ સંદેશ બતાવાશે. જેમાં ‘ટાઈમ ફોર અ બ્રેક’ લખેલું હશે. સાથે એવું પણ લખ્યું હશે કે, ઘણું મોડુ થઈ ગયું છે. તમારે હવે ઈન્સ્ટાગ્રામ બંધ કરવું જોઈએ. આ પ્રકારનો મેસેજ માત્ર ચાઈલ્ડ એકાઉન્ટમાં રાતના 10 વાગ્યા પછી ત્યારે દેખાશે જ્યારે તેઓ 10 મિનિટથી વધુ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરશે.