વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા મીશનનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો

કલા સાહિત્ય ગુજરાત ભારત સમાચાર

વેજલપુર બકેરી સીટીમાં આવેલા સનમુખ એપાર્ટમેન્ટમાં સ્વચ્છતા મીશનનો અનોખો કાર્યક્રમ યોજાઇ ગયો જેની ખાસીયત એ હતી કે સોસાયટીના બાળકોએ સક્રિય ભાગ લીધો અને એપાર્ટમેન્ટને સ્વચ્છ કરી દીધુ હતું. આ કાર્યમાં સોસાયટીના અન્ય મેમ્બર્સ પણ જોડાયા હતા. સોસાયટીના સેક્રેટરી દીપક પ્રજાપતિ જણાવે છે કે આજનો દિવસ યાદગાર એટલા માટે હતો કે ભવિષ્યની પેઢી સ્વચ્છતા માટે તૈયાર થાય અને મોટા થઇને દેશને સ્વચ્છ રાખવામાં પણ સક્રિય થઇ શકે. અમારી સોસાયટીમાં દરેક ફેમીલી પાડોશીની જેમ નહી પણ પરિવારની જેમ રહે છે. અહીયા નવરાત્રી, ગણેશ ઉત્સવ, હોળી ધુળેટી સહિતના તહેવારો તમામ લોકો સાથે મળીને ઉજવે છે. જેથી સમગ્ર બકેરી સીટીમાં સનમુખ એપાર્ટમેન્ટ એક અલગ છાપ છોડે છે.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો

TejGujarati
 • 25
 •  
 •  
 •  
 •  
 •  
  25
  Shares
 • 25
  Shares