ભારતે ચીનને પછાડી બાંગ્લાદેશના પોર્ટના કરાર કર્યા
ચીનને પછાડીને ભારતે મોંગલા પોર્ટના ટર્મિનલ ઓપરેશન માટે બાંગ્લાદેશ સાથે કરાર કર્યો છે. આ રીતે ભારત હિંદ મહાસાગરમાં ચીનનો સામનો કરી શકશે. ચીનની પણ આ બંદર પર નજર હતી, પરંતુ ભારત જીત્યું. આ ત્રીજું વિદેશી બંદર છે, જેના ઓપરેશનની જવાબદારી ભારતને આપવામાં આવી છે. આ બંદર ભારતને ઉત્તર- પૂર્વીય રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવામાં મદદ કરશે.