પવિત્ર યાત્રાધામમાં વરસાદને કારણે દર્શન બંધ
રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ આવી રહ્યો છે. તેથી યાત્રાધામ પાવાગઢમાં ડુંગર ઉપર જવાનું બંધ કરાયું છે. ડુંગરના પગથિયાં પર વરસાદી પાણી વહી રહ્યા છે. કોઈ ઘટના ના બને તેથી પોલીસે ભક્તો માટે પગથિયા ઉપર જવાનું બંધ કર્યું છે. મહાકાળીના દર્શન કરવા હજારો ભક્તો આવે છે, ત્યારે ભારે વરસાદમાં સલામતીને લઈ આ નિર્ણય લેવાયો છે.