HYPER FOCUS રાજ ગોસ્વામીનુ નવુ પુસ્તક :- દિલીપ ઠાકર.


ગુજરાતીમાં આ પ્રકારનું આ પહેલું પુસ્તક છે. તેમાં, આધુનિક મનોવિજ્ઞાન અને ભારતની પ્રાચીન દર્શન પરંપરાનો આધાર લઈને, કોઈ બાબત પર ફોકસ કરવાની આપણી ક્ષમતાને કેવી રીતે હાઈપર ફોકસના સ્તરે લઇ જવાય તેની ઊંડાણથી ચર્ચા કરવામાં આવી છે.
તમારા કામનું વધુ એક પુસ્તક…
છેલ્લા બે દાયકામાં, ટેકનોલોજીના ક્ષેત્રે જે પ્રગતિ થઇ છે, તેનો એક ગેરફાયદો એ થયો છે કે માણસોના એટેન્શનની ક્ષમતા ઘટી ગઈ છે. આપણી પર સતત ઇન્ફોર્મેશન-ઓવર્લોડ રહે છે. આપણે કોઈ એક ચીજમાં પુરતું ધ્યાન નથી આપી શકતા. ટેકનોલોજીના કારણે આપણી પ્રોડક્ટિવટી તો વધી છે, પરંતુ માનસિક રીતે આપણે થકાન અનુભવતા થઇ ગયા છીએ. આપણે જેમ જેમ ટેકનોલોજીઓ વધારતા જઈએ છીએ તેમ તેમ જીવન તેજ થતું જાય છે. આપણું મન આવી મેરેથોન માટે બન્યું નથી, પરિણામે આપણી એકાગ્રતામાં દખલ પડી છે. પરિવારોમાં એવી ફરિયાદ સામાન્ય થઇ ગઈ છે કે બાળકો બહુ ધ્યાન નથી આપતાં, લાંબુ વાંચતાં નથી, કોઈ કામમાં લાંબો સમય સુધી ચિત્ત પરોવી શકતાં નથી.
એકાગ્રતા વિચારનું પ્રવેશદ્વાર છે. તેના માધ્યમથી આપણે ધારણાઓ બનાવીએ છીએ, કશું શીખીએ છીએ, તર્કશક્તિ કેળવીએ છીએ, સમસ્યાઓનાં સમાધાન શોધીએ છીએ અને નિર્ણયો લેવાની ક્ષમતા મેળવીએ છીએ. કંઈક અંશે આપણી એ કોગ્નેટિવ ક્ષમતાને અસર પડી રહી છે કારણ કે આપણે સતત બેધ્યાન છીએ.
આ પુસ્તક, એકાગ્રતાની આ સમસ્યાની ગહેરાઈથી ચર્ચા કરે છે અને તેને કેવી રીતે સુધારી શકાય તેમજ કામકાજમાં કેવી રીતે ગુણાત્મક પરિવર્તન લાવી શકાય,
તેનો એક વૈજ્ઞાનિક અભિગમ રજુ કરે છે. આશા છે તમને અને તમારા પરિવારજનોને તે ઉપયોગી નીવડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *