ભારત સરકારનું ચીનમાં બાળકોમાં ફેલાતા રહસ્યમય રોગ અંગે શું વલણ છે? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યું નિવેદન.

ચીનમાં ફેલાયેલી એક રહસ્યમય બીમારીએ ફરી એકવાર દુનિયાને ટેન્શનમાં મૂકી દીધી છે. આ દિવસોમાં ચીનની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકો પહોંચી રહ્યા છે, આ બાળકોમાં ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં તકલીફ જેવા ગંભીર લક્ષણો છે.
પાડોશી દેશ ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ( pneumonia ) પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ બાળકોની ( children ) સંખ્યા ઝડપથી વધી રહી છે. દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થતા આરોગ્ય અધિકારીઓ ચિંતાતુર બન્યા છે. જો કે, આ રોગ અંગે, ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું ( Health  Ministry ) કહેવું છે કે તે ચીનમાં H9N2 અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગના કેસ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ( avian influenza ) કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે.
દર્દીઓની વધતી સંખ્યા
તમને જણાવી દઈએ કે, આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. આરોગ્ય અધિકારીઓમાં ચિંતા ઉભી થઇ છે. મોટા ભાગના બાળકો આ રોગનો ભોગ બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એલર્ટ કરી દીધું છે. તેણે પહેલેથી જ ચીનને વધુ માહિતી આપવા માટે કહ્યું છે.
બીમારીના લક્ષણો ( Symptoms ) 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં ફેલાતી આ બીમારીના લક્ષણો ન્યુમોનિયા જેવા જ છે. આ રોગ ખાસ કરીને બાળકોને તેનો શિકાર બનાવે છે. બાળકોને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. હોસ્પિટલોમાં આ લક્ષણો ધરાવતા બાળકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મળતી માહિતી મુજબ, ઘણા ગંભીર મામલા પણ સામે આવ્યા છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવાનો ખતરો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં વૃદ્ધિ
ડબ્લ્યુએચઓનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સમાન સમયગાળાની સરખામણીમાં ચીનમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારીઓ વધી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય બેક્ટેરિયલ ચેપનો ફેલાવો એટલે કે કોવિડ-19ના પગલાંને દૂર કરવાથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સહિત બાળકોને અસર કરતી શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો થયો છે.
WHO પણ એક્શનમાં છે
ચીનમાં ફેલાતા આ રોગને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ એક્શનમાં આવ્યું છે. WHOએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ચીન પાસેથી માહિતી માંગી છે. WHOએ કહ્યું છે કે ચીનમાં મધ્ય ઓક્ટોબરથી બાળકોમાં શ્વસન સંબંધી રોગોના કેસમાં વધારો થયો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. આ અંગે તેમણે બેઈજિંગ પાસેથી ડેટા માંગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *