વિશ્ચ માતૃ દિવસ ને અનુલક્ષીને કાંચી વેલ્ફેર સોસાયટી ની અધ્યક્ષા પરમેશ્વરી શર્મા દ્વારા માતાઓ નું સન્માન કરવામાં આવ્યું. – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

જત જણાવવાનું કે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે મે મહિનામાં આવતો વિશ્વ માતા દિવસ પરમેશ્વરી શર્મા એ મહિલાઓ નું
સન્માન કર્યું.
સ્થળ હતું સિકંદરાબાદ સ્થિત કમલેશ મહારાજ નાં મઠ માં હતું. તારીખ
8/5/2023.
આ પ્રસંગે એણે
મહિલાઓ નું સન્માન કર્યું હતું.

સન્માનિત મહિલાઓ અને
કુમારીકા નાં નામો આ પ્રમાણે છે.
દિપા અવસ્થી, રેણુકા, લક્ષ્મી, ઈલા ભટ્ટ, પદમા, કે. ક્રિષ્નાકુમારી, અંજુ કાપડિયા,
કોકિલા કાપડિયા, કિરણ શાહ, રીટા પારેખ, શ્રી પાલજી માતા, બિજલ શાહ,
ભાવના પુરોહિત, ભાગ્યશ્રી, પ્રાચી
કુમારીકા વૈષ્ણવી.
આના પછી બધી બહેનો એ મળી ને પરમેશ્વરી શર્મા નું સન્માન કર્યું.

તા. ક. જત જણાવવાનું કે આ અગાઉ પરમેશ્વરી શર્મા એ કમલેશ મહારાજ નાં મલયાલમ મઠ માં ભાવના પુરોહિત અને મયૂર પુરોહિત નું
વિભિન્ન ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપવા માટે સંયુક્ત રીતે તેમ જ તરુણ ભાઈ મહેતા નું વ્યક્તિગત રીતે એમની વિવિધ લક્ષી સમાજ સેવા માટે સન્માન કર્યું હતું.
કમલેશ મહારાજ ને અગિયાર ભારતીય ભાષા ઓ આવડે છે.
તેઓ હિંદુ ધર્મ ની સેવાઓ કરવા માટે સદા તત્પર રહે છે.
તેઓ વિશ્વ હિંદુ
મહાસભા નાં રાષ્ટ્રીય મહાસચિવ છે.
તિરુપતિ તિરુમાલા દેવસ્થાન માં એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર છે.

મહિલાઓ નાં માન સન્માન નાં
આ પ્રસંગે તરુણ ભાઈ મહેતા, કિરીટ ભાઈ ભટ્ટ મયૂર પુરોહિત,
એક સદગૃહસ્થ,
તેમજ કમલેશ મહારાજ ઉપસ્થિત રહ્યાં હતાં. કમલેશ મહારાજે મહિલાઓ નું મહત્વ સમજાવ્યું હતું. અલ્પાહાર પછી સૌ છુટ્ટા પડ્યાં હતાં.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *