12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વરમાં શિવલિંગ પર મુસ્લિમોનો ચાદર ચઢાવવાનો પ્રયાસ,  4 લોકોની ધરપકડ.

12 જ્યોતિર્લિંગમાંથી એક એવા ત્ર્યંબકેશ્વરમાં શિવલિંગ પર મુસ્લિમોનો ચાદર ચઢાવવાનો પ્રયાસ,  4 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રના નાસિકમાં પોલીસે પ્રખ્યાત ત્ર્યંબકેશ્વર મંદિર આવેલું છે. ત્ર્યંબકેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે. જો કે આ મંદિરમાં મુસ્લિમોએ ઘૂસણખોરી કરી શિવલિંગ ઉપર ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. 
શિવલિંગ પર ચાદર ચઢાવવાના પ્રયાસમાં પોલીસ દ્વારા ચાર મુસ્લિમ પુરુષોની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની સરકારે પણ ઘટનાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. મંદિર ટ્રસ્ટે ફરિયાદ નોંધાવ્યા બાદ મંગળવારે અકીલ યુસુફ સૈયદ, સલમાન અકીલ સૈયદ, મતિન રાજુ સૈયદ અને સલીમ બક્ષુ સૈયદની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઘટના 13 મેની છે. ચાર લોકોએ કથિત રીતે ચંદન સરઘસમાં સામેલ થઈને મંદિર પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને શિવલિંગ પર ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. મુસ્લિમ સંતોના સન્માનમાં ઉર્સ પર ચંદનનું સરઘસ કાઢવાની પરંપરા છે.
સુરક્ષાકર્મીઓએ ચારેયને પવિત્ર સ્થળ પર પહોંચતા અટકાવ્યા બાદ મંદિર પ્રબંધન સમિતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો.

ચંદનનું સરઘસના  આયોજક મતીન સૈયદે કહ્યું કે વર્ષોથી ભગવાન શિવને આ દિવસે ચાદર બતાવવામાં આવે છે. તેઓ મંદિરની અંદર જતા નથી. તેમણે દાવો કર્યો કે આરોપીઓએ શિવલિંગ પર ચાદર ચઢાવવાનો પ્રયાસ કર્યો ન હતો અને તેઓ મંદિરના પગથિયાં સુધી જ ચાદર લઈ ને ગયા હતા. 
મંદિર ટ્રસ્ટની ફરિયાદ બાદ મંગળવારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 295 અને 511 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *