આંખો આવી ગઈ…..- ડો.સુરેશ સાવજ.

આંખો આવી ગઈ…..
કાલ સાંજનું સતત આંખોમાં ખૂંચ્યા કરતું હતું. લાગતું હતું કે કદાચ કચરો હશે એટલે વધુ ધ્યાન ના આપ્યું.. થોડાક જ કલાકમાં અતિતીવ્ર દુઃખાવો થવા લાગ્યો અને સતત પાણી વહેવા લાગ્યું. આખી રાત ઉંઘ ના આવી..મને મારી નહિ પણ મારી નાની દીકરીની ચિંતા થવા લાગી કે હું તો સહન કરી લઈશ પણ એને થશે તો શું કરીશ..એને મારાથી અલગ સુવાડી અને મારા નજીક બને તેટલું ઓછું આવે તેનું ધ્યાન રાખું છું..રાત્રે dr suraj DrSuresh Savaj ભાઈની આંખો આવે તો શું કરવું તેની પોસ્ટ જોઈ ત્યારબાદ ઉપાય શરુ કર્યાં અત્યારે કાલ કરતાં સારુ લાગે છે..
આપને કે આપની આસપાસ કોઈ ચેપગ્રસ્ત હોય તો આ ઉપાય અજમાવવાનું કહીં શકો…. તરત ફાયદો થશે..

આંખોની કસરત કરવી (સાહેબે વિડિઓ મુક્યો છે )

હમણાં ચાલી રહેલ આંખ નાં વાઇરલ ઇન્ફેક્શન માટે નો બેસ્ટ ઉપચાર…

પાણી પટ્ટી..

ઠંડા પાણી માં રૂમાલ બોળી ને આંખ પર આ રીતે મૂકી દેશો
.
24 કલાક માં આવું 3 વખત કરો અને જુઓ અદભૂત પરિણામ

.
તકેદારી માં આંખ વારંવાર ચોળવી નહિ
આંખે અડાડેલ હાથ થી કોઈ સાથે હાથ મેળવવા નહિ
પોતાનો રૂમાલ , ઓશીકું ,અલગ જ રાખવું,
વારંવાર હાથ ધોવા.

આ વાઇરલ ઇન્ફેક્શન છે એટલે 2 થી 3 દિવસ માં એકદમ ઓકે થઈ જશો.
પ્રોટીન અને વિટામિન એ, સી, ઇ અને. ડી યુક્ત આહાર વધુ લેવો…

ડો.સુરેશ સાવજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *