ગુજરાતની સૌથી આધુનિક લાજપોર સેન્ટ્રલ જેલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી: આરોપીઓએ સ્વાતંત્ર્ય પર્વનું આયોજન કર્યું, કેદીઓએ શહિદ ભગત સિંહનો અભિનય કરીને અનોખો માહોલ બનાવ્યો : જેલ અધિક્ષક જે એન દેસાઈ
વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો
આજે સમગ્ર દેશ 77માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગુજરાતની સૌથી આધુનિક એવી સુરતની લાજપોર જેલ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેની અંદર જેલમાં બંધ બંદીવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તેવા આશય સાથે લાજપોર જેલમાં કેદ જુદા જુદા ગુનાના ગંભીર આરોપીઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું સમગ્ર સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેદીઓ દ્વારા જુદા જુદા પ્રકારની દેશભક્તિને લગતી આકર્ષક સ્ટેજ કૃતિઓ રજૂ કરી હતી. આ દ્રશ્ય જોતા આરોપીઓએ ભલે બહાર લૂંટ, હત્યા, ચોરી, મારામારી કે ગુંડાગર્દી જેવા સમાજમાં ગંભીર ગુનાઓ કર્યા હશે ,પરંતુ તેમને દેશ પ્રત્યેની અપાર ભક્તિ છે જેલના અંદર દ્રશ્યો માં જોવા મળ્યું હતું.
આધુનિક જેલમાં સ્વાતંત્ર્ય અવસરનો અનોખો ઉત્સાહ
ગુજરાતના સૌથી આધુનિક ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે દેશભરમાં સૌ કોઈ દેશભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે ગુજરાતની સૌથી આધુનિક ગણાતી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ 77માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. લાજપોર જેલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સૌ પ્રથમ જેલના બહારના ભાગે ત્યારબાદ જેલના અંદરના ભાગે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યાં જેલના કર્મચારીઓ, કેદીઓ, બંદીવાનો અને ક્લેરીકલ સ્ટાફએ દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી.
સેન્ટ્રલ જેલમાં અવનવી કરતબો સાથે નાટકો ભજવાયા
જેલમાં કાર્યક્રમનું આયોજન બંદીવાનોએ કર્યું
મહત્વની વાત કરવામાં આવે તો, જેલમાં રહેલા બંદિવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય તેવા હેતુથી જેલના બંદિવાનો દ્વારા જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભક્તિને લગતા કાર્યક્રમો બંદીવાનો દ્વારા જેલની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ ને લઈ ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત જેલ ખાતે ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓ, ક્લેરીકલ સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો તેમજ જેલના તમામ બંદીવાનોને ‘પંચપ્રાણ પ્રતિજ્ઞા’ લેવડાવી હતી.
ચંદ્રયાન મિશન સાથે અનેક નાટક કર્યા
જેલમાં બંદીવાનોએ દેશભક્તિની સ્ટેજ કૃતિ રજૂ કરી
લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ જુદા જુદા ગુનાઓના ગંભીર આરોપીઓ ભલે બહાર ચોરી, લૂંટફાટ, મારામારી કે હત્યા કર્યા હશે, પરંતુ તેમનામાં પણ ભારત માતા પ્રત્યે આપાર દેશભક્તિ છે તે લાજપોર જેલની અંદર સ્વાતંત્ર પર્વની થયેલી ઉજવણી પરથી જાણવા મળ્યું હતું. જેલમાં બંધ બંદીવાનોએ કરેલા સ્વાતંત્ર્ય પર્વના આયોજનમાં જુદા જુદા આરોપીએ જ અવનવી સ્ટેજ કૃતિઓ રજૂ હતી. બંદિવાનોએ જેલમાં જ ભારતનો અત્યારે સફળતાના શિખર પર જઈ રહેલું ચંદ્રયાન મિશન, કમાન્ડો પર્ફોમન્સ, શહીદ ભગતસિંહનો સંવાદ અને ફાંસીનો અભિનય, સર્વ ધર્મ સમભાવ તેમજ વિવિધતામાં એકતા અંગે અભિનયનું નાટક કરી રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી કરી હતી.
સારી કામગીરી કરનારને પ્રશંસાપત્ર એનાયત કરાયા
આ ઉપરાંત જેલમાં રહી સારી કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓ અને બંદીવાનોને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્મક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા નાયબ અધિક્ષક પી.જી.નરવાડે, નાયબ અધિક્ષક ડી.પી.ભટ્ટ, સીનીયર જેલર એમ.એન.રાઠવા, સીનીયર જેલર પી.ડી.હિહોરીયા તેમજ સટાફના અધિકારી કર્મચારીઓ અને મોટી સંખ્યામાં બંદીવાનો હાજર રહી 77માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. સેન્ટ્રલ જેલ લાજપોર માંથી બે કેદીઓને સારું વર્તનને લઈને તેમની સજામાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેમને સમાજમાં પાછા ફરતા ની સાથે પુસ્તક સાથે વિદાય કરવામાં આવ્યા હતા આ સંદર્ભે ગુજરાતની સૌથી આધુનિક ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલના અધિક્ષક જે એન દેસાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું