શ્રી સ્વામી નારાયણ મંદિર
જીરા સિકંદરાબાદ નો જીર્ણોદ્ધાર તેમજ સુવર્ણ જયંતિ પ્રસંગે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ પ્રસંગે ભગવાન શ્રી સ્વામી નારાયણ લીલા ચિત્રોથી ભરપૂર ગ્રંથરાજ
શ્રીમદ્ સત્સંગીજીવન કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પ્રારંભ
તા. 23/4/2023. થી તા. 25/4/2023.
પોથી યાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર જીરા થી શ્રી ગુજરાતી સેવા મંડળ
આર. પી. રોડ સિકંદરાબાદ
સુધી હતી. કથા સ્થળ શ્રી સેવા મંડળ હતું. દિવસ માં
બે વખત કથા પારાયણ હતું.
બે વખત મહાપ્રસાદ હતો. આમાં વક્તાઓ પ.પૂ.શા.સ્વા,
શ્રી જયેન્દ્રપ્રસાદદાસજી ( મહંત શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકંદરાબાદ) તથા
પ.પૂ.શા.સ્વા શ્રી કૃષ્ણચરણજી (સ્વામીનારાયણ ગુરુકુલ) હતાં.
આ પ્રસંગે મુખ્ય અતિથિ પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી
હતાં. (વડતાલ નાં ગાદી પતિ)
આ પ્રસંગે શહેર નાંનાં સ્વામી
નારાયણ ભક્તો તેમજ અન્ય
આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. શ્રી ગાયત્રી મહિલા મંડળ ની બહેનો તેમજ બ્રહ્મ સમાજ નાં માનવંતા મહેમાનો કથાશ્રવણ માં અગ્રેસર હતા.
પોથીયાત્રા માટે બહેનો એ ખાસ નવી સાડીઓ લિધેલી.
એક સરખી સાડી લગભગ
એકસો પચ્ચીસ બહેનોએ
પહેરેલી. બંને સમય મહાપ્રસાદ સાત્ત્વિક તેમ જ
સ્વાદિષ્ટ હતો.
મહિલા મંડળ કાર્ય કર્તા બહેનો :-
વિલાસબેન, ફાલ્ગુનીબેન,
ક્રિષ્ના બેન, વર્ષા પારેખ વગેરે
બ્રહ્મ સમાજ ની બહેનો:
વર્ષા ભટ્ટ, ઈલા ભટ્ટ, રાધા બેન, હંસાબેન, હર્ષા બેન,
દક્ષાબેન, નલિની બેન વગેરે
હતાં.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨૮/૪/૨૦૨૧.