ડાકોર નો ઇતિહાસ

રણછોડજી મંદિર ફોટો ઇ. સ. ૧૯૫૭ – ડાકોર –
ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોરમા છે જે ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં વસેલું છે. આ મંદિર ગુજરાત રાજ્યના વડોદરાશહેર થી ૭o કિલોમીટર દૂર આવેલું છે. આ રણછોડરાયજી મંદિર અને ડાકોરની પાછળ પણ એક કથા છે.ડાકોરના કાઠે ગોમતી નદી વહે છે.

ડાકોર નો ઇતિહાસ–
દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.

એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

ડાકોર ગામમાંકૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુન્ડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાં માં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાત મા ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા, સવાર મા બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો ને ગાડું ચલાવવા કહ્યુ. ભગવાન ના સ્પર્શથી લીમડા ની એક ડાળ મીઠી થઇ ગઇ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મુર્તી ગોમતી મા પધારવી દીઘી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામા આવી બોડાણા પર ભાલા થી પ્રહાર કર્યો જેના કારણે બોડાણાનું મ્રુત્યુ થયુ ને ગોમતી મા મુર્તિ હતી ત્યાં પાણી લોહી થી લાલ થયુ. દ્વારકાનાં પુજારીઓએ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.

બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.

અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વ્રારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.

આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.

અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ(બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના-મોટા મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્રારકા નગરી તો જળમગ્ન થઇ ગઇ છે,પરંતુ આ ઘરતી પર કૃષ્ણપ્રેમ અવિરત રહ્યો છે. ગુજરાતમાં દ્રારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચિન કૃષ્ણ મંદિરો ખૂબ પ્રસિધ્ધ છે. કહેવાય છે કે કંસનાં સસરા જરાસંઘના મથુરા નગરી પર થતાં આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને સૌ નગરજનો સાથે કુશસ્થળી સ્થળાંતર કર્યુ હતું.

દ્રારકામાં આવેલું ભગવાન સુદર્શન ધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. વર્ષ દરમ્યાન ઘણી વખત યાત્રા સંઘો અને ભકતગણો બાવન ગજ ની ધજાઓ સાથે ડાકોર અને દ્રારકા દર્શન માટે આવે છે.

ડાકોર અને દ્રારકાના મંદિરો સાથે પ્રાચિનકાળનાં કૃષ્ણભક્ત બોડાણાની કથા પણ જોડાયેલી છે. બોડાણાની અવિચલ ભક્તિથી પ્રસન્ન થઇને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્રારકાથી ડાકોર આવ્યા હોવાની દંતકથા પ્રચલિત છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ મૂળ દ્રારકામંદિરની છે.

દ્રારકાધિશનું મંદિર પાંચ માળનું અને ખૂબ સુંદર કોતરણીઓવાળુઓ છે. 60 થાંભલાઓ પર ઉભાકરાયેલા આ મંદિરમાં ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્રારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્રારેથી મંદિરની બહાર નિકળે છે. દ્રારકાથી ત્રીસ કિ.મી.દુર બેટ-દ્રારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્વ ધરાવે છે. દ્રારકાથી બોટમાં બેસીને જળમાર્ગે બેટ-દ્રારકા જવાય છે. અહિંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે.

ડાકોરમાં ભગવાન રણછોડરાયનું મંદિર ગોમતી નદીને કિનારે આવેલું છે. આ બન્ને મંદિરોમાં સવારે મંગળાદર્શન થી લઇને રાત્રીના શયન સુઘીના વિવિઘ દર્શનનો મહિમા અનેરો છે.

દ્રારકા અને ડાકોરમાં જન્માષ્ટ્રમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. “હાથી ઘોડા પાલકી..જય કનૈયા લાલ કી” અને “મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે” જેવા ગગન ભેદી નારાઓથી મંદિર ગૂંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુન:પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે.

ડાકોરના અન્ય જોવાલાયક સ્થળ-
ડંકનાથ મહાદેવ મંદિર
લક્ષ્મીજી મંદિર
બોડાણા-ગંગાબાઇ મંદિર
શ્રીજી બેઠક
શ્રીજી ચરણ
શંકરાચાર્ય મઠ
શ્રી મંગલસેવા ધામ
સત્યનારાયણ મંદિર
બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ભગવાને પકડેલ લીમડો
બિલેશ્વર જૈન મંદિર
ગાંધી બાગ

One thought on “ડાકોર નો ઇતિહાસ

  1. It’s tthe beest tine tto make some plas for the
    future aand itt iis timee tto be happy. I’ve read tgis post and if I ckuld I want to
    suggest you feww interesying things orr advice.
    Maybbe yyou could wwrite next argicles refering tto his article.
    I want to red even more thing aboout it!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *