રામ મંદિરની સુરક્ષામાં રહેલા જવાનનું મોત
અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત એક જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું છે. સાથી સુરક્ષા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી તેને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આજે વહેલી સવારે ફાયરીંગનો અવાજ આવ્યો હતો. ત્યારબાદ અફરાતફરી મચી હતી. ક્યા કારણોસર અને કોણે ફાયરીંગ કર્યુ તે માહિતી હજુ સામે નથી આવી. મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.