જય શ્રી વારાહી
શ્રી કૌડીન્ય ગોત્રી સેવા પરિવાર ટ્રસ્ટ ચાણસ્મા દ્વારા પરંપરાગત પ્રણાલી મુજબ શ્રી વારાહી માતાજીના ૪૧ માં પાટોત્સવનું તા.૨૬/૬/૨૦૨૩ નાં રોજ ચાણસ્મા ખાતે આવેલ સુરાણી ની વાડી ખાતે આયોજન કરવામાં
આવેલ જેને પરિવાર દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલ.આ પ્રસંગે ચાલુ દિવસ હોવા છતાં પણ આપણા પરિવારના 1000 થી વધારે કુટુંબોએ અંદાજિત ૧૬૦૦ થી ૧૭૦૦ ની બહોળી સંખ્યામાં હાજરી આપી શ્રધ્ધા પૂર્વક પ્રસંગને દિપાવ્યો હતો આ એક જ પ્રસંગ કુળદેવીમા વારાહી પ્રત્યેની શ્રધ્ધા અને આસ્થા નું પ્રમાણ બતાવી જાય છે.અને આપણા પરિવારની એકતાનું પ્રતિક પ્રસ્થાપિત થાય છે.આનાથી વિશેષ પરિવારની એકતા હોઇ જ ન શકે.
આ પાટોત્સવ પ્રસંગને ઉત્સાહપૂર્વક ઉજવવા માટે શ્રી કૌડીન્ય ગોત્રી સેવા પરિવારના ટ્રસ્ટી મંડળ તથા સહાયકવૃંદ નાં સભ્યો તથા અનેક નામી અનામી પરિવારના સભ્યોએ મુક પ્રેક્ષક તરીકેની ખૂબ જ સેવા બજાવેલ છે.આ દરેક કાર્યકરોએ રાત દિવસ જોયા વિના ફરજ નાં ભાગરૂપે સેવાનો ભેખ લીધેલ પરંતુ તેમની આ સેવાને બિરદાવી પણ એટલી જ જરૂરી છે. જેની સામે જે પરિવારોએ કુળદેવી મા.વારાહીનાં આ પાટોત્સવમાં અચૂક હાજર રહીને કૌડીન્ય ગોત્રી સેવા પરિવાર ટ્રસ્ટ.ચાણસ્માના આમંત્રણને માન આપી ચાલુ દિવસ હોવા છતાં કુળદેવીમાં અખૂટ શ્રદ્ધા અને પરિવારથી કોઈ પર નથી.અને માત્ર કુટુંબ ભાવનાને લક્ષમાં રાખીને ટ્રસ્ટ દ્વારા પરિવારો માટે વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ હોવા છતાં પણ નાની મોટી તકલીફોની જાણ સુદ્ધાં કર્યા વગર મોટી સંખ્યામાં હાજરી આપેલ તે જ આપણા પરિવારની એકતા બતાવે છે. કૌડીન્ય ગોત્રી સેવા પરિવાર ટ્રસ્ટ ચાણસ્મા પરિવાર આ તકે સૌ પરીવાર નો હૃદયપૂર્વક આભારી છે.આ પાટોત્સવ દરમ્યાન પાટોત્સવ નાં દિવસ દરમ્યાન સવારે ચા – કોફી – દૂધ – પૌવા નો નાસ્તો બપોરનો પ્રસાદ ( ભોજન).માં.પણ.પરિવાર નાં ઘણા સભ્યો દ્વારા.મુક્ત મને પોતાનો યથાશક્તિ ફાળો આપેલ. આવોને આવો સાથ અને સહકાર આપણા પરિવાર દ્વારા આપણા કૌડીન્ય ગોત્રી સેવા પરિવાર ટ્રસ્ટને.મળ્યા.કરે અને દર વરસે અષાઢ સુદ – ૮ નાં રોજ ઉજવાતા પાટોત્સવ માં આપણા *કૌડીન્ય ગોત્રી સેવા પરિવાર ટ્રસ્ટ ને સાથ અને સહકાર આપે તેવી અપેક્ષા રાખે છે*
વિશેષમાં જણાવવાનું કે આપણા ટ્રસ્ટ દ્વારા આપણા પરિવારના સભ્યો કુળદેવીના દર્શનાર્થે આવે ત્યારે રહેવાની અને જમવાની નિશુલ્ક વ્યવસ્થા ટ્રસ્ટ કરવામાં આવેલ છે.ઉનાળા ની ગરમી દરમ્યાન પરિવારના જે લોકો કુટુંબ સાથે આવતા અને ખાસ પાટોત્સવ વખતે આગળના દિવસે આવતા લોકો ગરમીથી ત્રાહિમામ થઈ જતાં હતા. આ બાબત ટ્રસ્ટના ધ્યાન.માં આવતાં આખું અતિથિ ભવન આપણા પરિવાર નાં સભ્યોનાં સાથ અને સહકાર થી એરકંડીશન થી સજ્જ કરવામાં આવેલ છે જે બાબતથી સૌ પરિવાર વાકેફ હશે.
સૌ પરિવારને જય વારાહી.માં 🙏🏻🙏🏻🙏🏻