રંગ દે બસંતી…મહાત્માની વ્યાખ્યા શું? ગાંધી ક્યારેય મંદિર ન જતા, ન ક્યારેય મંદિર બંધાવ્યું હતું, આશ્રમોમાં પણ મંદિર નહોતું, છતાં મહાત્માની વ્યાખ્યા માં ફીટ બેસી ગયા હતા…!* ( *ભાગ -૧૨*) રમેશ ગોસ્વામી “સારથિ”

મહાત્મા ની વ્યાખ્યા શું? આ શબ્દ વ્યાપક અને ઘણી વિરાટતા ધરાવે છે. ધાર્મિકતા ની નજરે જોવા જઈએ તો ધર્મ,આધ્યાત્મ પ્રોપર મળતો નથી. ભારત અને જગત ભર માં મહાત્મા એટલે ભગવા વસ્ત્રો ધારણ કરનારા, ધર્મ નો પ્રચાર- પ્રસાર કરનારા સંત. પણ ગાંધીજી ધર્મ નો પ્રચાર, પ્રસાર કરનારા નહોતા. એટલે ધર્મ ની દ્રષ્ટિ એ મહાત્મા ની વ્યાખ્યા માં અદ્દલ ફિટ બેસે એમ નથી લાગતું. છતાં કોઈ કહે, માને તો સારી બાબત છે.
રાજકિય અને સામાજિક મહાત્મા કહીએ તો વધુ ન્યાયોચિત લાગે એમ જણાય છે. સમાજ ઉત્થાન, રાજકિય ઉત્થાન માટે ઘણું કાર્ય કર્યું.
પણ ધર્મ એટલે કે પુજા -પાઠ કરવાં,મંદિર બંધાવવાં, ભગવાં કપડાં પહેરવાં, એવું બધું કરવા થી ગાંધી દૂર રહ્યા હતા.
ધર્મ માં માનતા નહોતા અથવા અલગ નજર થી જોતા. સર્વ ધર્મ સમભાવ માં માનતા. પણ પોતાની વ્યક્તિગત આસ્થા પણ હોઇ શકે.
ધર્મ એક અંગત બાબત હોઈ શકે.પણ ત્યારે નહીં, જ્યારે તમે મહાત્મા કહેવાતા હોવ. ધર્મ ની અલગ વ્યાખ્યા હોઈ શકે, અલગ પુજા પદ્ધતિ પણ હોઈ શકે. પણ ગાંધી પોતાને આ બધા થી પર સમજતા. ગાંધી આશ્રમોમાં ક્યાંય મંદિર જોયું? મુર્તિ, ભગવાનો નાં ફોટાઓ… કંઈ જ નહીં. એક અવસ્થા પર આવી ને મોહનદાસ ઘણાં પાત્રો ની મીમાંશા કરતા. ( ટીકા શબ્દ નથી લખવો .) ઘણી વખત ક્રિટીક બની જતા. અમુક પાત્રો શ્રદ્ધા બની જતાં હોય છે. ગાંધી શ્રદ્ધા સાથે છેડછાડ કરવા પર ઉતારુ હતા.મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદસિંહ વિશે પણ પોતાનાં મંતવ્યો આપતા. એમનું કદ ક્યારેય એવડું રહ્યું નથી કે આવા પાત્રો પર આંગળી ચીંધે,વિવેચન કરે. આ ગોડસે જેવા લોકોને ખુબ કઠિન લાગતું. જરૂરી નથી કે બધું જ ચોપડે ચડે. ગાંધી એ ખોટા પેગડા માં પગ ઘાલવા નાં પ્રયાસો કર્યા હતા, જેની કિંમત ચૂકવવી પડી હતી એવું એ સમયે પણ ખુબ ચર્ચાયું હતું.ગોડસે,આપ્ટે, સાવરકર જેવા હિંદુવાદી લોકો એ વિરોધ કર્યો હતો.સિખ સમુદાય પણ આક્રોશ માં આવ્યો હોવો જોઈએ. જોકે આવો કોઈ બનાવ ચોપડે મળતો નથી. પણ કહ્યું ને, ઘણું બધું એવું પણ હોય છે જે ચોપડે નથી ચડતું અથવા ચડવા દેવા માં નથી આવતું.!
ગાંધી રોજ અગરબત્તી કરે, મંદિર જાય એવા ધાર્મિક નહોતા.નાસ્તિક કક્ષા ના પણ ન કહી શકાય. પણ એમનો ધર્મ હમેશાં ઈશ્વર -અલ્લાહ તેરો નામ માં જ દેખાયો છે. એવું તે કયું કારણ હતું કે દરેક વાત માં ઈશ્વર -અલ્લાહ, રામ – રહીમ, કૃષ્ણ -કરીમ… કરવું પડતું હતું? કંઇક તો હતું જ, જે ગાંધી ને ધક્કો મારતું હતું. પોતાનાં ઈશ્વર અથવા અલ્લાહ નું નામ લેવું પાપ નથી જ. સ્વતંત્રતા છે. પણ એમણે હમેશાં બે તરાજુ માં પગ મૂક્યો. આ એક મહાત્મા માટે જરૂરી ન હોઈ શકે. મહાત્મા તો ધાર્મિક શબ્દ છે. પોતાના ઇસ્ટ ને ભજો એમાં અન્ય સમુદાય નું અપમાન કેવી રીતે હોઈ શકે? મહાત્મા સર્વ ધર્મ સમભાવ દેખે, પણ ભક્તિ તો પોતાના ધર્મ ની કરે. જેમ મૌલાના સાહેબો સર્વ ધર્મ સમભાવ ની વાત કરે, પણ ઇબાદત તો પોતાનાં ઇષ્ટ અલ્લાહ ની જ કરે. મૌલાનાઓ ને ઈશ્વર નાં ગુણગાન ગાવા ની જરૂર પણ નથી. એવી જ રીતે સંત, મહંત, મહાત્માઓ ને પણ અન્ય ધર્મ નો આદર કરે, પણ ભજન તો પોત પોતાના ધર્મ નું જ કરે. આ જ સત્ય છે.
દરેક વાત માં સેક્યુલરિઝમ દેખાડવા નું કોઈ ઔચિત્ય બનતું નથી.
પણ ગાંધી ભક્તિ પણ ક્યાં કરતા હતા? પ્રાર્થનાઓ માં ઈશ્વર અલ્લાહ તેરો નામ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ આવું જ બધું ગવાતું.મોટા ભાગે ભાષણો રહેતાં. જેમાં અતિ તીવ્રતા વાળી ધર્મ નિરપેક્ષતા કેન્દ્ર સ્થાને રહેતી. એક વિષય પર ખુબ બોલવું, અને બીજા વિષય પર મૌન થઈ જવું. હિંદુઓ ની પણ આસ્થા હોઈ શકે. યુ નો વ્હોટ..!
મૃદુ ભાષા માં મહાત્મા નહીં, નેતા વધુ ઝળકતા રહ્યા હતા ગાંધી. એક એવા નેતા, જે પદ વગર પણ કોંગ્રેસ ચલાવતા રહ્યા હતા…! અધ્યક્ષ થી માંડી ને પ્રધાનમંત્રી સુધી બધા જ પદ ગાંધી નક્કી કરતા. મહાત્માઓ માટે આવું જક્કી વલણ યોગ્ય હતું? કોઈ દેખીતા કારણ વગર કોને પસંદ કરવા, કોને નહીં એ બાબતે પણ સતત ચંચુપાત રહેતો. સલાહ- સુચન આપવા એ કર્તવ્ય હતું, પણ હું કહું એ જ સાચું …એ આવ્યું ત્યાર થી ગાંધી એક નેતા હતા એ ફલિત થવા લાગ્યું. રાજાઓ નાં પણ ગુરુઓ,- મહાત્માઓ હોતા, જે શું કરવું, શું ન કરવું એની સલાહ આપતા.પણ આમ જ કરવું, ચાહે એ રાજ્ય હિત નું ન પણ હોય…કોંગ્રેસ નાં હિત સિવાય ગાંધી નો કોઈ ઉદ્દેશ્ય હતો પણ ખરો? હિંદુહિત ની વાત કરી શકાય એવું વાતાવરણ જ ક્યાં જામવા દીધું હતું. જેણે જેણે હિંદુ ની વાત કરી એ તમામ ને હાંસિયા માં ધકેલી દેવામાં આવ્યા. આજે પણ ઉપહાસ ઉડાડવા માં આવે છે.( લાઈક,વીર સાવરકર ) હિંદુ શબ્દ બોલનાર તો ગંવાર, પછાત, એવો સિનારિયો સેટ કરવા માં સતત રચ્યા પચ્યા રહેનારાઓ ભક્તિ કેવી રીતે કરી શકે?! થોડાંક ભજનો, જેને અપભ્રંશ કરી ને ધગધગતા શિશા જેવું સેક્યુલર પીણું બનાવી ને પીવડાવવા માં આવતું હતું. આ એવા મહાત્મા હતા, જે પોતે ક્યારેય મંદિર ગયા નથી, નથી કોઈ મંદિર બંધાવ્યું, નથી મંદિર માં ફાળો આપ્યો, કોઈ ગ્રંથ નું કથા વાચન પણ નથી કર્યું, નથી ભગવા પહેર્યા… તો મહાત્મા જેવો મહાન શબ્દ પ્રયોગ કેમ? ઓકે. આઝાદી છે સૌ ને, કોણ કોને મહાત્મા માને એ હકક પોત પોતાની રીતે નક્કી કરવામાં આવે. હા, રાજનૈતિક મહાત્મા જરૂર હતા. પણ ધાર્મિક અર્થ માં મહાત્મા કહેવા ન કહેવા સૌ સૌ ની મુનસફી પર આધારિત છે.ધાર્મિક દ્રષ્ટિકોણ વાળા મહાત્મા ઓ,એના માટે કમ માં કમ મંદિરો તો જવું જ પડે. મંદિરે જવું જ જોઈએ એવો કોઈ નિયમ નથી, પણ મહાત્મા શબ્દ ત્યારે જ વધુ ખીલે, બંધ બેસતો લાગે, જ્યારે મંદિરે જાય. પોતાનાં આશ્રમો માં પણ મંદિર બાંધવા ની વિરુદ્ધ નહીં તો સહેમત તો નહીં જ હોય.અન્યથા કોઈક આશ્રમ માં તો એમનાં મનગમતા ઇષ્ટ નું મંદિર, મુર્તિ, ફોટો જરૂર હોય.આશ્રમ માં કોઈ મંદિર ન હોવું એ પણ સેક્યુલરિમ નથી લાગતું? ટિપિકલ મહાત્માઓ નાં આશ્રમો આપણે સૌ એ જોયા છે. જ્યાં કોઈ ઇષ્ટ નું સ્થાન હોય, ધુણો પણ હોય,.. પણ ગાંધી ટિપિકલ મહાત્માઓ થી ઉપર હતા. નેતાકિય – રાજકિય મહાત્મા કહીએ તો કોઈ ની ધાર્મિક લાગણી નહીં દુભાય. કેમ કે ધર્મ તો નદારદ છે ને…! દિવાલો પર ભગવાનો પણ નથી ટીંગાડ્યા.
ગાંધી કોનું પૂજન કરતા હતા?! શિવ, રામ, કૃષ્ણ, બજરંગ બલી, અથવા કોઈ ૩૩ કોટિ માં થી કોઈ એક નામ, જેનું ગાંધી સ્મરણ કરતા હોય? માનવ સેવા એજ પ્રભુ સેવા… બરાબર છે. પણ તો આ માત્ર સેવા થઈ. માનવ ભક્તિ એજ પ્રભુ ભક્તિ… એવું ક્યાં કહેવાય છે? સાદાઈ, સદાચાર, નિર્વ્યસન, સમભાવ, એ બધું રાઈટ. પણ ગાંધીજી ની ભક્તિ ક્યાંય દેખાઈ નથી, જેને એક સામાન્ય હિંદુ મહાત્માઓ માં જોવા ઈચ્છતો હોય છે.નાસ્તિક નો પણ એક ચોક્કસ મત હોય છે. કોઈ ભગવાનો ને માને, ન માને એ થી શું ફરક પડે? પણ ગાંધી નાસ્તિક થી પણ આગળ વધી ગયા હતા.? બે સાઇડો હતી, એક માં તેઓ સતત એવાં ભજનો ગાતા, જેમાં પીડ પરાઇ જાણે રે.. હોય, બીજું, જેમાં સેક્યુલર પીણું હોય. આવું સતત કરવું શા માટે જરૂરી બન્યું હતું? એવું કંઈ નવું પણ નહોતું,જે ગાંધી એ પ્રથમ વખત કહ્યું હોય. એ પહેલાં મોટા ભાગના મહાત્માઓ સત્ય, અહિંસા, કહી જ ગયા છે. તો ગાંધી શા માટે વિશેષ બની જાય છે.? ગાંધી એટલા માટે ખાસ બની જાય છે કેમકે તેઓ નેતા હતા …!
આઝાદી બાદ પાર્ટી દ્વારા સૌ થી પહેલું કામ ઇતિહાસ ભૂંસવા નું થયું અથવા તો ઉપેક્ષા કરવા નું થયું.ભારતત્વ ને મિટાવવા નાં પ્રયાસો થયા, હિંદુઓ ની આસ્થા કેન્દ્રો પર વક્રદૃષ્ટિ પડી. દરિયા વચ્ચે નો રામસેતુ નડવા લાગ્યો. બાકાયદા એફિડેવિટ દાખલ કરી ને ભગવાન શ્રી રામ કાલ્પનિક હતા એવું કહેવા માં આવ્યું. ભગવાન શ્રી રામ ને સર્ટિફિકેટ અપાય છે. બીજે પક્ષે, મુસ્લિમ સમુદાય ને ધર્મ નાં નામ પર દેશ અપાયો. એક સમુદાય ને ધર્મ નાં નામે દેશ અપાય છે, બીજા સમુદાય ની આસ્થા પર સતત પ્રહારો કરવા માં આવ્યા છે.આ એમજ નથી થયું.આઝાદી બાદ ગાંધી – નહેરુ જ અગ્રસર હતા એવું પણ સાવ ક્યાં હતું?! પટેલ જેવા દીર્ઘ દૃષ્ટિ નાં નેતાઓ હતા જ. નહેરુ – પટેલ વચ્ચે ની સરખામણી કરીએ તો નિર્વિવાદ પણે પટેલ જીતી જાય. જીતી પણ ગયા હતા. પણ નહેરુ ની હાર મારી હાર…. વ્હોટ? એમાં ગાંધી ની, ગાંધીવાદ ની હાર હોઈ જ કેમ શકે? અગેઇન , ગાંધી તો મહાત્મા હતા, તો રાજનીતિ માં સલાહ – સુચન કરી શકે, પણ અંતિમ કક્ષા નું વલણ કેવી રીતે અપનાવી શકે? આજે એક નાનકડા ગામ માં સરપંચ પદ માટે લોકો ખૂબ મહેનત કરી ને જીતે છે. કોઈ સરપંચ પણ પોતાનું જીતેલું પદ અન્ય ને નથી આપતો. જ્યારે આ તો આઝાદ ભારત નાં સૌ પ્રથમ વડાપ્રધાન નું પદ હતું. નહેરુ પાસે એવો કોઈ સામાજિક જનમત ક્યારેય હતો જ નહીં, આજે પણ ક્યાં છે ગાંધી અટકધારી નેતાઓ પાસે? જ્યારે પટેલ એક મોટા જન સમૂહ માં થી આવતા હતા.સાડા પાંચસો થી યે વધુ રજવાડાંઓ નું એકત્રી કરણ કરવા નું કામ આશાન નહોતું. એક ઇંચ જમીન માટે યુદ્ધ ખેલી નાખતા રાજપુતો ને સમજાવવા લોઢા નાં ચણા ચાવવા જેટલું અઘરું કામ હતું. આ કામ પટેલ જ કરી શકે એમ હતા. નહેરુ આગળ આવ્યા હોત તો કોઈ રજવાડું તૈયાર ન થાત.
આઝાદી બાદ એક નરેટિવ સેટ કરવા માં આવ્યો હતો -હિંદુઓ ને માનસિક રીતે તોડી નાખો. સેક્યુલર બનાવો. કોઈ કંઈ બોલે તો આઝાદી- ગાંધી -નહેરુ એ અપાવી એવું તૈયાર કરેલું ઝૂઠ પીવડાવી દો. ગાંધી આસ્થા, ધર્મ કક્ષા એ પ્રોજેક્ટ કરવા માં આવ્યા.ગાંધી, નહેરુ નું યોગદાન હોય શકે, પણ માત્ર આ બંને એ જ આઝાદી અપાવી એવું કહેવું સ્વાતંત્ર સેનાનીઓ નું અપમાન છે.૧૮૫૭ થી પણ પહેલાં શરુ થયેલ આઝાદી નું આંદોલન અંતે ગાંધી નાં ચરણો માં અર્પણ કરવામાં આવ્યું. ગાંધી ન હોત તો દેશ જ ન બચત એવો હાઉ ઊભો કરવા માં આવ્યો.લાખો સ્વાતંત્ર સેનાનીઓ નાં બલિદાનો વિસરાઈ ગયાં. કેટલાં નામ યાદ છે,ભગત, આઝાદ અને થોડાં અન્ય નામો બાદ કરતાં? સરકાર દ્વારા આઝાદી ના લડવૈયા ઓ ને પ્રમાણપત્ર પણ નથી અપાયાં. અપાયાં છે તો બહુ ઓછાં અને મોટો ઉપકાર કર્યો હોય એમ. હા,સરકારી બસો માં
” સ્વાતંત્રર સેનાનીઓ માટે” લખી ને સીટ રિઝર્વ કરવા માં આવી.( જે આજે પણ લખેલું જોવા મળે છે). આઝાદી ના તૈયાર કરાયેલ ગેજેટ માં થી કંઈ કેટલાંય નામો ગુમ છે. વીર સાવરકર ને તુચ્છ નેતાઓ માફીવીર કહે છે. હાઉ ડેર યુ? બબ્બે વખત આજીવન કારાવાસની સજા પામનાર એક માત્ર ક્રાંતિકારી, એક જ પરિવાર નાં ત્રણ ભાઈઓ આઝાદી માટે ઝઝૂમ્યા, એવી વ્યક્તિ પર કોઈ ફાલતુ કૉમેન્ટ કેવી રીતે કરી શકે? જે જે હિંદુવાદીઓ હતા, એ તમામ ને એક યા બીજી રીતે સાઈડ લાઈન કરી દીધા. બદનામ કરતા રહ્યા છે. મુગલો માટે પાનાં ભરી ભરી ને વાહવાહી કરી, જ્યારે આઝાદી ના લડવૈયાઓ ને ભુલાવી દેવા માં આવ્યા.
ગાંધી મહાત્મા હતા એ સતત બતાવવા માં આવ્યું, પણ નેતા હતા એ ભૂલ થી પણ ન કહ્યું. “મહાત્મા ” ? મહાત્મા બનવા માટે પણ ભક્તિ કરવી જોઈએ. જ્યારે ગાંધી તો ક્યારેય મંદિર ગયા જ નથી. ધાર્મિક દ્રષ્ટિ એ ગાંધી મહાત્મા કેવી રીતે હોઈ શકે.સામાજિક દ્રષ્ટિ એ કાર્યો કર્યાં એના માટે મહાત્મા સિવાય નાં અન્ય વિશેષણો પણ હોઈ શકે. રાષ્ટ્રપિતા, બાપુ, મહાત્મા.. આ ત્રણ સંબોધન માં બધું જ આવી જાય છે. “મોહન” નામ હતું તો ક્યારેક “મોહન” ને પણ યાદ કરી લેવા હતા. સમાજ સુધારકો આ પહેલાં અને એ બાદ પણ અનેક થયા છે. છુઆછૂત, શિક્ષણ, એમ અનેક મોરચે સેવા કાર્યો કરનાર નાં નામો નું મોટું લિસ્ટ બનાવી શકાય. ધર્મ,આધ્યાત્મ નો આગુ સે ચાલ્યા આવતા ચીલા માં મોહન થી મોહન સુધી ક્યાં ફીટ બેસે છે ? શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ,મહાભારત, કહેવું જ હોય તો ઘણું સાહિત્ય મૌજુદ હતું. અમુક પ્રસંગો માં ટાંકતા પણ ખરા, પણ એમનો ફેવરિટ વિષય રહ્યો – સર્વ ધર્મ સમભાવ. બહુ સારું. સર્વ ધર્મ સમભાવ તો દરેક વ્યક્તિ ઓછા – વતા પ્રમાણ માં નિભાવતા જ હોય છે. પણ સતત, એક ધારું બંને તરફી વલણ નેતા જ અપનાવી શકે, મહાત્માઓ ક્યારેક પુજા પણ કરે, આશ્રમ બનાવે, એમાં ભગવાનો નું સ્થાપન હોય, નહીં કે ખુદ પોતાનું. એનો મતલબ એ પણ નથી કે ગાંધી એ ભક્તિ કરવી જોઈતી હતી. પણ ટિપિકલ ભક્તિ નથી કરી એ પણ માનવું જોઈએ ગાંધીવાદી એ. અમુક ઠેકાણે કહ્યું છે કે આઝાદી બાદ કોંગ્રેસ નું વિસર્જન કરી નાખવું જોઈએ. ગાંધીવાદીઓ એ આ માન્યું નહીં. અને ખુદ ગાંધી પણ આ વાત ને લઈ ને જીદ્દ પર અડી ગયા નહોતા. અંગ્રેજો દ્વારા સ્થાપિત પાર્ટી કોંગ્રેસ નું વિસર્જન કરી ને નવેસર થી નવી પાર્ટી, કોઈ પણ નામે બનાવી શકાઈ હોત. પણ તો આઝાદી અમે જ અપાવી એવી શેખી મારવા ન મળત. આ લડાઈ ખુબ લાંબી હતી, જટીલ હતી. ખુન ખરાબા વાળી પણ હતી. કોઈ RSS, કોંગ્રેસ, અભિનવ ભારત, આઝાદ હિંદ ફૌજ…કે કોઈ પણ એક સંસ્થા ક્રેડિટ ન લઈ શકે. હા, તૈયાર ભાણે લાડુ જમવા બેસી જવાયું હતું એ વાત અલગ છે. મહાત્મા કહેવા,માનવા સૌ ની આઝાદી છે. એવી જ રીતે રાષ્ટ્રપિતા નું સંબોધન પણ માનવાચક રીતે કહીએ છીએ. કોઈ પક્ષ ની તરફદારી કરવા નો ઈરાદો નથી.RSS ખુબ સારી સંસ્થા છે. દેશ માટે ખુબ કર્યું. પણ એ એમ ન કહી શકે કે આઝાદી અમે એકલા એ જ અપાવી. આ વધુ પડતું લાગે. એવી જ રીતે કોઈ અન્ય પક્ષ કે સંસ્થા કે વ્યક્તિ એમ ન કહી શકે કે આઝાદી અમે એકલા એ અપાવી. સહિયારો દેશ, સહિયારો પ્રયાસ, પુરુષાર્થ… સબકા સાથ,સબકા પ્રયાસ…!

*અવતરણ*

ભારત જેવા વિરાટ અને યુગો યુગોથી થી સ્થાપિત રાષ્ટ્ર નાં પિતા પણ હોઈ શકે એવું સ્થાપિત કરવા માં આવ્યું છે તો સ્થાપિત મૂલ્યો સામે આંગળી ચીંધવી કે કેમ એ પણ એક સવાલ છે.
ગાંધીજી કે કોઈ પ્રત્યે કોઈ રાગ દ્વેષ નહીં, પણ સત્ય ને સ્વીકારવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *