BREAKING: અગ્નિકાંડમાં 5 અધિકારી સસ્પેન્ડ
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે. અગ્નિકાંડ મુદ્દે પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, આસિ. એન્જિનિયર, માર્ગ અને મકાનના ડે. એન્જિનીયર અને બે સિનિયર પીઆઈનો સમાવેશ થાય છે. હજુ પણ અધિકારીઓ પર કાર્યવાહીની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થયેલી કોઇ દુર્ઘટના બાદ પહેલી વખત સરકારે અધિકારીઓ સામે પગલા ભર્યા છે.