છ કલાક બાદ ભારે તોફાન અને વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતી તોફાન ‘’રેમલ’ આગામી 6 કલાકમાં ગંભીર બનશે. પશ્વિમ બંગાળ અને બાંગ્લાદેશમાં 26 મેની રાત્રે ભારે અસર પહોંચશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખાસ કે, ભારે વરસાદના કારણે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. 26-27 મેના રોજ ભારેમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.