ગેમઝોન પર અધિકારીઓની મીઠી નજર?
રાજકોટના TRP ગેમઝોનની દુર્ઘટના બાદ અધિકારીઓની એક તસવીર વાયરલ થઇ. જેમાં વર્ષ 2022માં ગેમઝોનની પૂર્વ કલેક્ટર, પોલીસ કમિશનર, તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ, તત્કાલિન મનપા કમિશનર અમિત અરોરા, તત્કાલીન SP બલરામ મીણા અને DCP પ્રવીણ મીણાએ પણ હાજરી આપેલ. આ સમયે જો ફાયર સેફ્ટી તપાસી હોય તો આ ગોઝારી ઘટના ટાળી શકાયી હોત. તસવીરને લઈ લોકોમાં અનેક શંકાઓ અને સવાલો ઉભા થયા છે.