પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ બેટરી ટેકનોલોજી: અગ્રિમ અને ભવિષ્ય વલણો

પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી

પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદ
બેટરી ટેકનોલોજી: અગ્રિમ અને ભવિષ્ય વલણો

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) એ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેક્નોલોજી (GUJCOST), ICTEA SCOPUS અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી (DST)ના સહયોગથી બેટરી ટેક્નોલોજી: એડવાન્સિસ અને ભવિષ્ય વલણો પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન કર્યું હતું.

પ્રથમ દિવસે, કાર્યક્રમની શરૂઆત સ્ટેજ પર મહાનુભાવોનો પરિચય આપીને થઈ હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. આલોક દાસ (સુઝલોન એનર્જી) અને અન્ય મહાનુભાવોમા પ્રો. સુરેન્દ્ર સિંહ કછવાહા (સિમ્પોઝિયમ અધ્યક્ષ), પ્રો. ઝિયાદ સગીર (સિમ્પોઝિયમ અધ્યક્ષ), પ્રો. એસ. સુંદર મનોહરન (ડાયરેક્ટર જનરલ, પીડીઇયુ), કર્નલ. (ડૉ.) રાકેશકુમાર શ્રીવાસ્તવ (રજિસ્ટ્રાર પીડીઇયુ), પ્રો. ધવલ પૂજારા (ડિરેક્ટર, SOT PDEU), ડૉ. જતીન પટેલ (એચઓડી, મિકેનિકલ વિભાગ), ડૉ. ઓજસ સતભાઈ (સિમ્પોઝિયમ કન્વીનર) અને ડૉ. અભિનય શ્રીનિવાસ (સિમ્પોઝિયમ કો-કન્વીનર) ની ઉપસ્થિતીમા કોન્ફરન્સની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ભગવાનના આશીર્વાદથી કરવામાં આવી હતી.

ડૉ. સુરેન્દ્ર સિંહ કછવાહાએ શેર કર્યું કે PDEU ટેક્નોલોજી ક્ષેત્રે અગ્રેસર છે અને આ પરિષદમાં આવરી લેવાયેલા વિષયો અને સત્રો વિશે માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે આ પરિષદ બેટરી સંશોધનમાં ઊંચાઈ વધારશે. તેમણે બેટરી સંગ્રહિત ઊર્જાના ફાયદાઓ સમજાવીને આ પરિષદના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે આ પરિષદને સમર્થન આપવા બદલ ડિરેક્ટર્સ અને ડેલિગેટ્સ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ સત્રનું સંચાલન ડો. જતીન પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું, જેમણે મિકેનિકલ વિભાગના તમામ શિક્ષકોની મહેનતને બિરદાવી હતી અને હેન્ડ-ઓન-કૌશલ્ય, મેટલ 3D પ્રિન્ટીંગ, પ્રેક્ટિકલ નોલેજ વિશે વાત કરીને શ્રોતાઓને યુનિવર્સિટીના શૈક્ષણિક અભ્યાસક્રમ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે યુનિવર્સિટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક ગુણોનો ઉલ્લેખ કરીને તેમનું વક્તવ્ય પૂરું કર્યું હતું.

પ્રો. ધવલ પુજારાએ હેકાથોન સહિત આયોજિત વર્કશોપ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને યુનિવર્સિટીના શૈક્ષણિક વિકાસમાં ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે નેનો ટેક્નોલોજીના વિકાસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગની એપ્લિકેશન પર પણ ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેમણે એનર્જી સ્ટોરેજ ડિવાઇસ અને ટકાઉ પાવર સોલ્યુશન્સની જરૂરિયાત વિશે શ્રોતાઓને જ્ઞાન આપીને તેમનું વક્તવ્ય પૂરું કર્યું હતું.

ત્યારબાદ ડાયરેક્ટર જનરલ, પ્રો. એસ સુંદર મનોહરને જણાવ્યુ હતુ કે PDEU યુનિવર્સિટી સોલારથી દરરોજ 4000 યુનિટ વીજળીનું ઉત્પાદન કરે છે અને કેમ્પસની બાજુમાં 1 મેગાવોટ સોલાર ફાર્મ વિશે જણાવ્યુ હતુ. તેમણે કાર્યક્રમના તમામ પ્રાયોજકોનો આભાર વ્યક્ત કરીને લિથિયમ બેટરી સ્ટેક્સ અને BESS વિશે પ્રેક્ષકોને જ્ઞાન આપ્યું હતું. તેમણે 400GW ઉર્જા ઉત્પન્ન કરવાના માનનીય વડાપ્રધાનના વિઝનનો ઉલ્લેખ પણ કર્યો હતો.

ત્યારબાદ મુખ્ય મહેમાન, ગુજરાત સ્થિત કંપની સુઝલોનના ડો. આલોક દાસને શ્રોતાઓને સંબોધવા માટે સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમનું ભાષણ પવન ઉર્જા અને રિન્યુએબલ એનર્જી નીતિ પર કેન્દ્રિત હતું અને સરકાર દ્રારા રિન્યુએબલ એનર્જી નીતિ વિશે જણાવ્યુ હતું. ત્યારબાદ તેમણે આ તમામ સિદ્ધિઓ અને ગ્રીન એનર્જી તરફના પગલાં માટે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીનો આભાર માનીને સમાપન કર્યું હતું . ત્યારબાદ મહાનિર્દેશકે મુખ્ય અતિથિનું સન્માન કર્યું હતું.

ત્યારપછી આ મંચ રજિસ્ટ્રાર, કર્નલ રાકેશકુમાર શ્રીવાસ્તવને આપવામાં આવ્યો, જેમણે પ્રેક્ષકો સાથે સૈનિક તરીકેના તેમના અનુભવો અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સના ઈતિહાસમાં બેટરીની ટેકનોલોજીની અસર વિશે જાણ કરી હતી. તેમણે ઈન્ડસ્ટ્રી 4.0 વિશે શ્રોતાઓને જ્ઞાન આપીને સમાપન કર્યું હતું અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સસ્તી ટેકનોલોજીના વિકાસની જરૂરિયાત જણાવી હતી.

ઉદ્ઘાટન કાર્યક્રમનું સમાપન ડો. ઓજસ સતભાઈ દ્રારા તેમના આભાર સાથે કરવામાં આવ્યું હતું, જેમણે DG સાહેબ અને તમામ ડિરેક્ટરો, હેડ, ફેકલ્ટી, તમામ સ્પોન્સર્સ, ICTEA, અને પ્રો. ઝિયાદનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ટોરોન્ટો મેટ્રોપોલિટન યુનિવર્સિટી અને ઈન્ડસ્ટ્રીઝનો પણ આભાર માન્યો હતો. મુખ્ય અતિથિ ડૉ. આલોક દાસનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રો. કછવાહા પાસેથી મળેલા સતત માર્ગદર્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ પરિષદના તમામ સહભાગીઓ અને વિદ્યાર્થી સ્વયંસેવકોનો આભાર માનીને તેમનું વ્યક્ત પૂરું કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *