વરિષ્ઠ પ્રેરક વક્તા બ્રહ્માકુમારી શિવાનીદીદીનું 30મીએ થશે રાજપીપલા માં આગમન

વરિષ્ઠ પ્રેરક વક્તા
બ્રહ્માકુમારી શિવાનીદીદીનું 30મીએ થશે રાજપીપલા માં આગમન


લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા બ્રહ્માકુમારી શિવાનીદીદી
“જીવન ઉત્સવ- એક નવી શરૂઆત” આ વિષય ઉપર પ્રવચન આપશે..

 

રાજપીપલા, તા 27

બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા તરીકે વિશ્વભરમાં જેમના પ્રવચનો સાંભળવા લાખોનીજનમેદની ઉમટે છે. અને રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદીઉર્ફે બી કે શિવાની ના અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.
જેઓનું આગમન પહેલી વાર રાજપીપલામાં થઈ રહ્યું છે

તા.30નવેમ્બર ના રોજ રાજપીપલા જીન કમ્પાઉન્ડમાં બ્રમ્હા કુમારી શિવાનીદીદી સાંજે 6કલાકે વિરાટ જનમેદનીને સંબોધશે. તેઓ

“જીવન ઉત્સવ- એક નવી શરૂઆત” આ વિષય ઉપર શિવાનીદીદી પોતાનુંમનનીય પ્રવચન આપશે..
આ અંગે રાજપીપલા બ્રહ્મા કુમારી કેન્દ્ર ખાતે બ્રહ્મા કુમારી જવનીકા બેન, ભરુચ સબ ઝોનના ઇન્ચાર્જ બ્રહ્મા કુમારીપ્રભાબેને પત્રકાર પરિષદમાં કાર્યક્રમ અંગેની વિશેષ માહિતીઅને
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે બ્રહ્માકુમારી રાજપીપળાની સુવર્ણ જયંતિ નિમિત્તે રાજપીપળામાં પહેલીવાર બ્રહ્માકુમારી શિવાનીદીદી નું આગમન થઈ રહ્યું છે. જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે

તારીખ 30 મી નવેમ્બરના રોજ સાંજે 6:00 કલાકે જીમ કમ્પાઉન્ડ હરસિધ્ધિ માતા ના મંદિર ની સામે રાજપીપળા ખાતે જીવન ઉત્સવ -એક નવી શરૂઆત વિષય ઉપર શિવાની બેન પોતાનું પ્રવચન આપશે..

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *