ફાયર બ્રાન્ડ નેતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનો ચૂંટણી પ્રચારનો અનોખો અંદાજ.
ચૂંટણી પ્રચારમા મંજીરા વગાડી ઢોલ નગારા સાથે નાચ ગાન કરતા આદિવાસીઑ સાથે મન મૂકીને નાચે છે.
ઉમરાણથી ચોપડવાવ ગામ સુધી મનસુખ વસાવાની તસવીર વાળી ટી શર્ટ પહેરીને બાઈક રેલી કાઢી.
ઉમેદવાર મનસુખ ભાઈની રેલી મા “એક જ ચાલે, મનસુખ ભાઈ ચાલે..”નારા ગાન સાથે નાચ ગાન કરી પ્રચાર કાર્ય
જાહેર સભા મા પ્રતિ સ્પર્ધી ઉમેદવાર ચૈતર વસાવા સામે મનસુખ વસાવાની આગ ઝરતી વાણીમા આકરા પ્રહારો.
રાજપીપલા, તા.6
ફાયર બ્રાન્ડ નેતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાનો ચૂંટણી પ્રચારનો અંદાજ અલગ હોય છે. સાતમી વખત લોકસભા ચૂંટણી મેદાનમા ઉતરેલાફાયર બ્રાન્ડ નેતા મનસુખ વસાવાએ
ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે.ચૂંટણી પ્રચારમા મંજીરા વગાડી ઢોલ નગારા સાથે નાચ ગાન કરતા આદિવાસીઑ સાથે મન મૂકીને નાચતા નજરે પડે છે તો ક્યાંક ઉમરાણથી ચોપડવાવ ગામ સુધી મનસુખ વસાવાની તસવીર વાળી ટી શર્ટ પહેરીને બાઈક રેલી કાઢતા યુવાનો સાથે રેલીમા જોડાતા મનસુખ વસાવા નજરે પડે છે
ચૈતર વસાવાના ડેડીયાપાડા વિધાનસભા વિસ્તારમા ગાબડુ પાડવા બાઈક રેલી સાથે મનસુખ વસાવા ખુલ્લી કારમા ઉભા રહીને લોકોનું અભિવાદન કરી વિકાસના નામે મત માંગી રહ્યા છે.ઉમેદવાર મનસુખ ભાઈની રેલી મા “એક જ ચાલે, મનસુખ ભાઈ ચાલે..”નારા ગાન સાથે નાચ ગાન કરી પ્રચાર કાર્ય કરતા દ્રશ્યો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
જાહેર સભામા પ્રતિસ્પર્ધી ઉમેદવાર ચૈતર વસાવા સામે મનસુખ વસાવાની આગ ઝરતી વાણીમા આકરા પ્રહારો કરે છે ત્યારે લોકો એમને સાંભળવા ઉમટે છે.પ્રચાર કાર્યમાં નરેન્દ્રભાઈ મોદી શાશનના દશ વર્ષ ના વિકાસના થયેલા કામો નામ પર વોટ માંગેછે.અને આપ પાર્ટી સામે આકરા પ્રહારો કરવામા કોઈ કચાસ છોડાતા નથી.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો છે. જેના કારણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડધાઈ ગયા છે. ગભરાઈ ગયા છે જેને કારણે અમારા ભાજપના પોસ્ટરો પાડી રહ્યા છે. એમને કોઈ ફેર નથી પડતો. આ પોસ્ટરો ફાડનારા કપડા ફાટી જવાના છે એ યાદ રાખજો.આ પાર્ટી સંસ્કારી પાર્ટી નથી.આવું કૃત્ય કરનાર પાર્ટી સામે શું અપેક્ષા રાખી શકાય?એવો ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
ચૈતર વસાવાને હું મજબૂત ઉમેદવાર ગણતો જ નથી. ચૈતર વસાવા સાવ હોપલેસ પ્રકારનો માણસ છે. એનામા કોઈ સંસ્કાર નથી. એટલે મારે આ બોલવું પડે છે.સોશિયલ મીડિયામાં મારા વિશે એલફેલ બોલે છે.એ એના સંસ્કાર નથી.
આપ પાર્ટી કહે છે કે મનસુખ વસાવાએ કામો નથી કર્યા.એનો વળતો જવાબ આપતાં મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તું કઈ રીતે કહી શકે છે કે મનસુખભાઈએ કામો નથી કર્યા? સાંસદ સભ્ય તરીકે છ છ ટર્મથી ચૂંટાતો આવ્યો છું.. અરે નરેન્દ્રભાઈ મોદીએ મને ટિકિટ આપી છે. ને તે પણ સામાન્ય સીટમાં મને ટિકિટ આપી છે. આ રીઝર્વ સીટ નથી થતા ટ્રાઇબલમાં ઉમેદવારી કરાવે છે એ શું બતાવે છે? અને ઉમેદવાર મૂક્યા પછી પાર્ટીના કાર્યકર્તાઓ મારા માટે દોડી દોડીને કામ કરે છે.અમે ઘણા વિકાસના કાર્યો કર્યા છે.
ચૈતર વસાવા એલ ફેલ બોલે છે કે છેલ્લી કક્ષાની વાત કરે છે એટલે મારે જવાબ આપવો પડે છે.આ વખતે પણ 26લોકસભા જીતવાના જ છીએ.આ બેઠક પણ અમે,5લાખ થી વધુ મતથી જીતવાનો આશવાદ વ્યક્ત કર્યો હતો.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા