કેવડિયા બચાવ આંદોલન
આગામી સમિતિ દ્વારા
246 ગામના લોકોની લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી
સ્ટેચ્યુ ઑફ યુનિટીના નામે ગરુડેશ્વર આદિવાસી વિસ્તારોમા લાગું કરેલ શહેરી વિકાસ કાનૂન હટાવવાની માંગ
કરતી
ભાદરવા પંચાયત ખાતે આવી રહેલ એરપોર્ટ નહીં હટાવે તો 72 ગામલોકો આ લોકસભા ચૂંટણીમા વોટ નહીં કરે.
25 જેટલી માંગણીઓની સમજૂતી છતાં સરકાર વચન આપી ફરી જતા અસરગ્રસ્તો ના 246 ગામના લોકોએ પણ લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી
રાજપીપલા, તા.6
ગરુડેશ્વર તાલુકાના કેવડીયા
ખાતે વિશ્વની સૌથી ઊંચી
પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું
નિર્માણ કરવામાં આવ્યું છે.
નર્મદા બંધનાં નિર્માણથી લઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ
સુધી સ્થાનિક આદિવાસી
આગેવાનો દ્વારા રજુઆત
કરવા છતાં સરકારે હજી તેમની માગણીઓ સ્વીકારી નથી.ત્યારે ચૂંટણી ટાણે
આદિવાસી સમાજના કોઈજ
ઉકેલ નહિ આવતા હજુ
કેવડિયા બચાવ આંદોલન
આગામી સમિતિએ
લોકસભાની ચૂંટણીનો
બહિષ્કાર કરવાની ચીમકી
આપી છે.
તાજેતરમાં સમિતિની બેઠક ભાદરવા ગામે મળી હતી.
જેમાં અસરગ્રસ્ત ગામના
આગેવાનો હાજર રહયાં હતાં.
જેમાં જો ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઑફયુનિટીના નામે ગરુડેશ્વર
આદિવાસી વિસ્તારોમાં લાગુ
કરેલ શહેરી વિકાસ કાનૂનતેમજ ભાદરવા પંચાયત ખાતેઆવી રહેલ એરપોર્ટ નહીં
હટાવે તો 72 ગામ લોકો આ
લોકસભા ચૂંટણીમા વોટ નહીં
આપે તેમ નક્કી કરાયું હતું.
ઉપરાંત નર્મદા ડેમ અસરગ્રસ્ત
સમિતિ અને ગુજરાત સરકાર
સાથે થયેલ સમાધાન માં 25
જેટલી માંગણી અંગે સમજૂતી
થઈ હતી. જેમાં ગુજરાત
સરકાર વચન આપી ફરી ગઈ
છે જેથી નર્મદા ડેમથી
અસરગ્રસ્ત થયેલાં નર્મદા,
વડોદરા અને છોટાઉદેપુર
જિલ્લા સહિતના 246 ગામના
લોકો પણ ચૂંટણી બહિષ્કારની
ચીમકી આપી રહ્યાં છે.
આ અંગે ગ્રામજનોના પ્રતિભાવો જાણવા મળે છે કે ગ્રીનફિલ્ડ એરપોર્ટ સામે
આદિવાસીસમાજનોવિરોધ
તિલકવાડા પાસે આવેલાં ભાદરવા ગામ પાસે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ
બનાવવાની વિચારણા ચાલી રહી છે અને બજેટમાં રાજય સરકારેતેની જાહેરાત પણ કરી દીધી છે. એરપોર્ટ સામે આદિવાસી સમાજ
વિરોધ કરી રહયો છે અને સરકારને જમીનનો એક ટુકડો નહિ આપેતેવો હુંકાર પણ કરી ચૂકયો છે. એરપોર્ટના વિરોધમાં પણ પ્રથમબેઠક ભાદરવા ગામમાં જ મળી હતી જેમાં તમામે જમીન આપવાનો
ઇન્કાર કરી દીધો હતો. કેવડિયામાં વિવિધ પ્રોજેક્ટના કારણે આસપાસની જમીનો પણ સંપાદિત કરવામાં આવી રહી હોવાથીઆદિવાસી સમાજ વિસ્થાપિત બની રહયો હોવાનું જણાવ્યું હતું.
તસવીર : દીપક જગતાપ, રાજપીપલા