શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા તંબોલા અને ફનતાક્ષરીનો કાર્યક્રમ ઉજવાયો : ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ.

શ્રી ગાયત્રી મહિલા મંડળ દ્વારા તારિખ
3 જી એપ્રિલે કાર્યક્રમ યોજાયો

હતો. સ્થળ સિકંદરાબાદ સ્થિત શ્રી ગુજરાતી સેવા મંડળ
માં આવેલો બળદેવ હોલ હતો. સમય બપોરે 3.30 થી
સાંજે 6.00 વાગ્યા સુધી નો હતો. ગાયત્રી મહિલા મંડળ ની કમિટી ની બહેનો
નિર્ધારિત સમય પહેલાં હોલ માં પહોંચી ગયાં હતાં. તેઓ એ ગાયત્રી માતા ની છબિ ની પૂજા કરી.
મંચ પરથી સ્વાગત ભાષણ
કરવામાં આવ્યું હતું.
બધી બહેનો આવી પછી સૌને
ઉદાર દિલ નાં તંબોલા નું મહત્વ સમજાવ્યું. આમાં ઈનામ વિજેતા બહેનો એ પોતાનું ઈનામ
અન્ય ને આપવાનું હતું. આમાં ઉદાર દિલ
નું મહત્વ છે. આપણે કોઈ ને આપીએ તો કોઈ નું ઈનામ આપણે
પણ લાગી શકે છે. બધી બહેનો એ આ તંબોલો ખૂબ જ આનંદ પૂર્વક માણ્યો હતો.
હોલ નાં પ્રવેશ
વખતે જ ત્રણ જાત નાં ગ્રુપ તૈયાર કરવામાં આવ્યાં હતાં. લાલઘર ગ્રુપ, લીલુંઘર ગ્રુપ અને કાળુઘર ગ્રુપ એમ ત્રણ પ્રકારનાં ગ્રુપો તૈયાર કરવામાં આવ્યાં હતાં. પ્રવેશ વખતે જ બધી મહિલાઓ ને વારાફરતી ત્રણ પ્રકારની માર્કર પેનો થી હાથ પર નિસાની કરવામાં આવી હતી. તેમજ શાહી નાં રંગ પ્રમાણે હાથ પર
શાટિન ની રિબીન બાંધવામાં આવી હતી. સૌ બહેનો
પોતપોતાનાં ગ્રુપમાં ગોઠવાઈ ગયી હતી.
તંબોલા પછી ફનતાક્ષરી નો પહેલો રાઉન્ડ ટ્રાયલ કરાવી ને બધાં ને આ નવિન અંતાક્ષરી કેવી રીતે રમાય એ સમજાવ્યું હતું.
આમાં જાત ની થિમ હતી. તહેવારો,
રંગો, ખાધ્ય પદાર્થો, ઘરેણાં ,
સંખ્યાઓ,
મુડ વગેરે
થીમ પર આધારિત નામો ની કાપલીઓ તૈયાર કરવામાં આવી હતી. વારાફરતી દરેક
ગ્રુપ માં જે કાપલી નીકળે એનાં આધારિત
ગીતો આખા ગ્રુપ
વાળી બહેનો સાથે મળીને ગીતો ગાય. ત્રણેય ગ્રુપો માંથી જેનું વધારે ટોટલ થાય એ ગ્રુપ પહેલું કહેવાય.
પહેલું ઈનામ કાળાઘર ગ્રુપ ની બહેનો ને મળ્યું હતું. બીજું લીલા ઘર ગ્રુપ ની બહેનો ને મળ્યું હતું.
તેલંગણા ગુજરાતી માં સરસ ગરબા રમવા માટે જે બહેનોએ ભાગ લીધો હતો એમને અભિનંદન આપવાં માં આવ્યાં હતાં.
સૌને ખુબ જ મજા આવી ગઈ હતી.
કાર્યક્રમ નાં અંત માં મંચ પરથી સૌનો આભાર વ્યકત કરતું ભાષણ કરવા માં આવ્યું હતું.
આમાં કમિટિ બહેનો એ ખુબ જ મહેનત કરી હતી.
શ્રી ગાયત્રી મહિલા મંડળ ની કમિટી ની નામાવલી :-
પ્રમુખશ્રી : કલ્પ્નાબેન દવ.
ઉપ પ્રમુખ :
વર્ષાબેન ભટ્ટ.
મંત્રી: સાધનાબેન બંગારુ.
સહમંત્રી :
અમિબેન જોષી.
ખજાનચી :
ફાલ્ગુનીબેન ભટ્ટ.
સહ ખજાનચી : ક્રિષ્નાબેન જોષી.
કમિટિ સભ્ય બહેનો :
દક્ષાબેન જોષી.
નલિનીબેન પંડયા.
રીટાબેન જાની.
ભવાનીબેન જાની.
ફાલ્ગુનીબેન જોષી.
કોઈ ખાસ કારણોસર અનુપસ્થિત રહેવા વાળી કમિટિ બહેનો એ પૂર્વ અનુમતિ લીધી હતી.
બધી બહેનો એ પણ કમિટિ બહેનો નો આભાર માન્યો હતો.
બધાં ને ફરી ક્યારે ભેગા થશું
એમ થતું હતું.
નવા કાર્યક્રમ ની જાણ અગાઉ થી
કરવામાં આવશે.
કાર્યક્રમ પછી
સરસ હાઈ ટી ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે ગરમા ગરમ નાસ્તો પણ હતો.
પ્રસાદી પેંડા, ખમણ ઢોકળાં,
સમોસા બે જાત ની ચટણીઓ,
પાઉં ભાજી અને
વેફર હતી.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
5/4/2024.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *