નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત..
ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવા ને ન્યાય અપાવવા અને અને આદિવાસીઓ ના પડતર પ્રશ્ને આપ, કોંગ્રેસની સંયુક્ત “આદિવાસી હુંકાર રેલી ‘
આવેદનપત્ર આપવા જતાં કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે થયું ઘર્ષણ.
રાજપીપલા, તા.22
નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ છે.
ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવા ને ન્યાય અપાવવા અને અને આદિવાસીઓ ના પડતર પ્રશ્ને આપ, કોંગ્રેસની સંયુક્ત “આદિવાસી હુંકાર રેલી ‘ડેડીયાપાડા ખાતે નીકળી હતી.
જેમાં આવેદનપત્ર આપવા જતાં કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.કાર્યકરો ને કચેરીએ જતાં અટકાવતા મામલો ગરમાયો હતો.
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે.ત્યારે ડેડીયાપાડા ખાતે પોલીસ અને આપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ડેડીયાપાડા ફરી એકવાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી,કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકો દ્વારા ડેડીયાપાડા ખાતે આદિવાસી
હુંકાર રેલી નું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.. બિરસા મુંડા ની પ્રતિમા ને ફૂલહાર કરી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
મુદ્દો હતો ચૈત્ર વસાવાને ન્યાય આપવાનો.એ ઉપરાંત આદિવાસી સમાજના કેટલાક પડતર પ્રશ્નોના મુદ્દા હતો.
આ મુદ્દાઓને ધ્યાને લઈને આગેવાનો પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા.
જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા,જિલ્લા પ્રમુખ પ્રફુલ પટેલ. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા,કોંગ્રેસના મહિલા અગ્રણી જેરમાંબેન વસાવા,ચૈતર વસાવાના ધર્મ પત્ની વર્ષા વસાવા સહિતઅનેક આગેવાનો આ હુંકાર રેલીમાં જોડાયા હતા.
જેમાં ખેડૂતો પર થતો અત્યાચાર બંધ કરો, આદિવાસીઓ પર થતો અત્યાચાર બંધ કરોના નારા લગાવી આવેદનપત્ર કચેરીએ પહોંચે તે પહેલાં જ કાર્યકરો આગેવાનોને કચેરી બહાર રોકી દેવાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.જેમાં આપના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ સાથે તું તું મૈં મૈં પણ થઈ હતી. જોકે ત્યારબાદ સમજાવટ બાદ આવેદનપત્ર આપવા દેવામાં આવ્યું હતું.
આવેદનપત્ર માં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં “પેસા એક્ટ – ૧૯૯૬” રાજ્ય સરકાર લાગુ કરતી નથી,
નર્મદા જીલ્લામા ડિપ્લોમા અને ડિગ્રી એન્જીન્યરિંગ કોલેજની વ્યવસ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી.
આદીવાસી ખેડૂતોને ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી.,આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી જાય છે.ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાંખેતી વીજળી મળતી નથી.આદીવાસી સંમેલન બાદ આદીવાસી નેતા ડો. શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલાખોરો દ્વારા હુમલો કરવામા આવ્યો છે જે આદીવાસી સમાજ ઉપરનો હુમલો છે.
આદિવાસી ખેડૂત નો કપાસનો પાક રાત્રીના સમયે કેમ કાપી નાખ્યો એ પ્રશ્ન શંકા ઉપજાવે છે. એટલા માટે કોંગ્રેસ આ બનાવને સખત શબ્દોમાં વખોદે છે. આ અંગે આદિવાસી ખેડૂત સાથે થયેલા અન્યાયના બનાવની ન્યાયિક તપાસ હાથ ધરવાની માંગણી કરી હતી.
આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોવા મળી હતી. એ એક નર્મદામાં નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ હતી.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા