ગત્ રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાત ની મુલાકાતે પધાર્યા હતા ત્યારે કોબાગામ ખાતે ગિફ્ટ સિટી માં બેંક ઓફ અમેરિકાના મેડમ શ્રી કાકુમેડમ અને સામાજિક ક્ષેત્રે તેમજ જેઓ શિક્ષણની ખૂબ જ સેવા કરી એવા યુવા અનસ્ટોપેબલ શ્રી પાવન શાહ તેમજ ગાંધીનગર જિલ્લાના આજુબાજુના ગામોના પ્રાથમિક શાળામાં માનસિક રીતે અસ્થિર બાળકોને સામાન્ય બાળકોને હરણફાળમાં લાવવા માટે તેમને જીશાળા ગુજરાત સરકારના ટેબલેટ આપવામાં આવ્યા હતા.
મૂળ ધારામાં જે બાળકો માનસિક રીતે અસ્થિર છે તેમજ જે બાળકો નો માનસિક વિકાસ નથી થયો એમને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળામાં માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પ્રેરણાથી યુવા અનસ્ટોપેબલ ના સહયોગથી બેંક ઓફ અમેરિકા ના મેડમ શ્રી કાકુમેડમ પધાર્યા હતા અને બાળકો સાથે વાતચીત કરી હતી એમની સાથે દંડક શ્રીમતી તેજલબેન નાયી, સ્થાનિક કોર્પોરેટરો શ્રી મહેન્દ્રભાઈ દાસ , શ્રી પોપટસિંહ ગોહિલ, શ્રીમતી મીરાબેન પટેલ, તેમજ કોબા ગામ પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ, શણગામ પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી મેડમ શ્રી કાકુ મેડમનું સ્વાગત કર્યું હતું.
આવું સારું શિક્ષણ નું કામ કરી દેશહિત નું કામ કરી જે નોબલ કામ કરે છે એમને દેશ માટે સલામ છે. જે માનસિક રીતે અસ્થિર દિવ્યાંગ બાળકો માટેનું જે રૂપી કામ કરે છે તે સમાજ માટે ખૂબ જ ઉદાહરણરૂપી છે અને આવા કામ કરવાથી સમાજને પ્રેરણારૂપ કાર્ય બનશે સૌ ને મારી વિનંતી છે.