21 એપ્રિલનાં રિલીઝ થયેલી સલમાનખાન-પૂજા હેગડેની ફિલ્મ ‘કિસી કા ભાઇ, કિસી કી જાન’એ બોક્સ ઓફિસ પર દમ તોડી દીધો છે. ફરહાદ સામજીની આ ફિલ્મે માત્ર 10 દિવસમાં રૂ. 100 કરોડની કમાણી તો કરી લીધી પણ પછી તેનું કલેક્શન સ્થિર થઈ ગયું. અને થોડાં દિવસોમાં થિયેટર પરથી ઊતારી લેવામાં આવે તેવી સંભાવના છે. દરરોજ તેનું કલેક્શન સતત ઘટી રહ્યું છે. 11મેનાં રોજ 21મા દિવસે આ ફિલ્મે 11.8 ટકા ઓક્યુપન્સી સાથે માત્ર રૂ. 24 લાખની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની કુલ કમાણી રૂ. 109.28 કરોડ થઈ છે.
‘કિસી કા ભાઇ કિસી કી જાન’ થઈ ફ્લોપ. 110 કરોડ પણ ન મેળવી શકી…
