અફઘાની વિદ્યાર્થીઓને દેશ પરત ફરવા આદેશ.

અફઘાની વિદ્યાર્થીઓને દેશ પરત ફરવા આદેશ

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા અફઘાની વિદ્યાર્થીઓને પોતાના દેશ પરત જવા આદેશ અપાયો છે. પરીક્ષા પૂર્ણ થઇ હોવા છતા તેઓ હોસ્ટેલમાં રહેતા હતા. ટ્રાન્સસ્ક્રિપ્ટ અને સ્ટેમ્પિંગ બાકી હોવાનું કારણ ધરી તેઓ અમદાવાદમાં જ હતા. યુનિવર્સિટી સત્તાધીશોએ અફઘાનિસ્તાન કોન્સ્યુલેટને પગલા લેવા જાણ કરી છે. આ અફઘાની વિદ્યાર્થીઓના નામ અગાઉ નમાઝ વિવાદમાં પણ સામે આવ્યા હતા.