આજથી ગાંધીનગરમાં G20 અંતર્ગત આરોગ્ય મંત્રીઓની બેઠકનો આરંભ, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે બેઠક માં

G20 – Gandhinagar Health Ministers Meeting

 

ગુજરાત માં ગાંધીનગર ખાતે 17 થી 19 ઑગસ્ટ, 2023 દરમિયાન ભારત ની G20ની અધ્યક્ષતા હેઠળ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક યોજવામાં આવશે. ભારતે 1 ડિસેમ્બર, 2022ના રોજ G20ની અધ્યક્ષતા સંભાળી હતી અને હાલમાં ઇન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલનો સમાવેશ કરીને તે G20 ટ્રોઇકાનો ભાગ છે. ટ્રોઇકામાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે તેવું ભારતની G20ની અધ્યક્ષતાએ પ્રથમ વખત ચિહ્નિત કર્યું છે.

 

  • G20 એ પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ દર્શાવવાની અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષોમાં, ભારતે પરંપરાગત દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છે: કેન્દ્રીય આયુષ સચિવે જણાવીઉ. 
  • “પરંપરાગત દવા પર વૈશ્વિક સંમેલન આરોગ્ય સંબંધિત ગંભીર પડકારોનો ઉકેલ લાવવા અને વૈશ્વિક આરોગ્ય તેમજ દીર્ઘકાલિન વિકાસમાં પ્રગતિને આગળ ધપાવવામાં પરંપરાગત, પૂરક અને સંકલિત દવાઓની ભૂમિકાનું અન્વેષણ કરશે”
  • ભારત દ્વારા આરોગ્ય ક્ષેત્રમાં ધ્યાન આપવામાં આવતા મુખ્ય પાસાઓમાં પોષણક્ષમતા, સુલભતા અને ઉપયોગિતા પર ધ્યાન મુખ્ય પાસાઓ છે જે આપણને આરોગ્ય સંભાળમાં વૈશ્વિક સ્તર પ્રાપ્ત કરવામાં મદદ કરશે: શ્રી લવ અગ્રવાલ
  •  “G20ના સહ-બ્રાન્ડિંગ સાથેનો કાર્યક્રમ એડવાન્ટેજ હેલ્થ કેર ઇન્ડિયા 2023, સ્થિતિસ્થાપક આરોગ્ય સંભાળ વ્યવસ્થાનું નિર્માણ કરવા માટે વૈશ્વિક સહયોગ અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરશે”
  • “ગ્લોબલ સાઉથની ચિંતાઓને અવાજ આપવા માટે ભારત પોતાની G20ની અધ્યક્ષતાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે”
  • દુનિયામાં ડિજિટલ આરોગ્ય સંભાળ પરિદૃશ્યમાં પ્રયાસોને એકીકૃત કરવા માટે 19 ઑગસ્ટ, 2023ના રોજ ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ શરૂ કરવામાં આવશે

 

ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત :

 

G20 આરોગ્ય મંત્રી ની બેઠકમાં મુખ્યત્વે G20 હેલ્થ ટ્રેક ની ત્રણ મુખ્ય પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં એન્ટી-માઇક્રોબાયલ પ્રતિકાર અને વન હેલ્થ ફ્રેમવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય કટોકટી નિવારણ, સજ્જતા અને પ્રતિભાવ; સલામત, અસરકારક, ગુણવત્તાયુક્ત અને સસ્તા તબીબી પ્રતિરોધક પગલાંઓ ની સુલભતા અને ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરીને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારનું મજબૂતીકરણ; અને સાર્વત્રિક આરોગ્ય કવરેજમાં મદદ કરવા તેમજ આરોગ્ય સંભાળ સેવા ડિલિવરીમાં સુધારો કરવા માટે ડિજિટલ આરોગ્ય આવિષ્કારો અને ઉકેલોનો સમાવેશ થાય છે.

17 ઑગસ્ટ 2023ના રોજ G20ના ડેપ્યુટીઓની બેઠક અને 18-19 ઑગસ્ટ, 2023ના રોજ G20 આરોગ્ય મંત્રીઓની બેઠક ઉપરાંત, વન અર્થ, વન હેલ્થ એડવાન્ટેજ હેલ્થ કેર – ઇન્ડિયા 2023; WHO પરંપરાગત દવા વૈશ્વિક સંમેલન; ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023; અને ‘દક્ષિણ-પૂર્વ એશિયા પ્રદેશમાં ટીબીને નાબૂદ કરવા માટે સતત, ઝડપ પ્રયાસ અને આવિષ્કાર’ સંમેલન સહિત ચાર સમાંતર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠકમાં ધ્યાન આપવાના કાર્યક્રમ તરીકે 19 ઑગસ્ટના રોજ નાણાં – આરોગ્ય મંત્રીઓ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવશે. G20 આરોગ્ય મંત્રીઓની બેઠક દરમિયાન G20 અને સમાંતરરૂપે યોજાનારા કાર્યક્રમોના સંયુક્ત સત્રો પણ રહેશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અધિક સચિવ શ્રી લવ અગ્રવાલે ગાંધીનગર ખાતે આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસીય કાર્યક્રમ પૂર્વે મીડિયાને સંબોધન કરતી વખતે આ માહિતી આપી હતી.

 

દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ : 

 

આયુષ સચિવ શ્રી રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, “પરંપરાગત દવાના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ પ્રદર્શિત કરવા માટે G20 અનોખી તક છે. છેલ્લાં 9 વર્ષોમાં, ભારતે પરંપરાગત દવાના ક્ષેત્રમાં 8 ગણો વિકાસ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં, સમગ્ર દેશમાં 12,500થી વધુ આયુષ-આધારિત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો કાર્યરત થઇ જશે, જેમાંથી 8,500 કેન્દ્રો પહેલાંથી જ કાર્યરત છે.”

કેન્દ્રીય આયુષ સચિવે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, WHO દ્વારા ગુજરાતના જામનગરમાં સ્થાપવામાં આવેલું પરંપરાગત દવાઓનું વૈશ્વિક કેન્દ્ર, કોઇ વિકાસશીલ દેશમાં શરૂ કરવામાં આવેલું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, 17 અને 18 ઑગસ્ટ, 2023ના રોજ ગાંધીનગરમાં આયુષ મંત્રાલય દ્વારા સહ-આયોજિત પરંપરાગત દવા વૈશ્વિક સંમેલનનું આયોજન WHO દ્વારા કરવામાં આવશે, જે આરોગ્ય સંબંધિત ગંભીર પડકારોનો ઉકેલ લાવવા અને વૈશ્વિક આરોગ્ય તેમજ દીર્ઘકાલિન વિકાસમાં પ્રગતિને આગળ ધપાવવામાં પરંપરાગત, પૂરક અને સંકલિત દવાઓની ભૂમિકાનું અન્વેષણ કરશે.

G20ની અધ્યક્ષતાના વડા તરીકે, ભારતનો ઉદ્દેશ્ય આરોગ્ય ક્ષેત્રની પ્રાથમિકતાઓને ચાલુ રાખવા અને એકીકૃત કરવાનો છે અને અગાઉની અધ્યક્ષતાના મહત્વના પગલાંને મજબૂત કરવાની જરૂર હોય તેવા નિર્ણાયક ક્ષેત્રો પર પ્રકાશ પાડવાનો છે. ભારત, આરોગ્ય સહયોગ અને સંકલિત કાર્યવાહી તરફ કામ કરવાની સાથે સાથે વિવિધ બહુપક્ષીય મંચો પર ચર્ચામાં સંકલન પ્રાપ્ત કરવાનું પણ લક્ષ્ય રાખે છે.

PIB, દિલ્હીના ADG ડૉ. મનીષા વર્મા, અને PIB, ગાંધીનગરના ADG શ્રી પ્રકાશ મગદુમ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *