ભરૂચ લોકસભા સીટ પર છોટુ વસાવા કે એમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લઢશે
ભરૂચ લોકસભા માં નવી પાર્ટી આવી બાપ…..ની એન્ટ્રી (ભારતીય આદિવાસી પાર્ટી )નો ઉદય
હાલ આપ અને ભાજપ ના ઉમેદવારો નેતા જ નથી ….એ લોકો ગધેડા ની જાતિ માં ગણાય છે.
ઉમરગામ થી અંબાજી સુધી ના તમામ ટ્રાઇબલ આદિવાસી લોકસભા પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે
રાજપીપલા, તા 29
ભરૂચ લોકસભામાં હવે વધુ એક નવો વળાંક આવ્યો છે
વધુ એક નવી પાર્ટીનો ઉદય થયો છે નામ છે બાપ…. (ભારતીય આદિવાસી પાર્ટી )
ભરુચ લોક સભા બેઠક ઉપર હવે બાપનો દમદાર જંગ ખેલાશે પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાએ ભારત આદીવાસી પાર્ટીનેઆજે વાસણા ખાતે બોલાવેલી પત્રકાર પરિષદમાં સમર્થન જાહેર કર્યું હતું
વી. ઓ :
છોટુ વસાવા ગુજરાતમાં લોક સભાની ચુંટણીમાં ઉમેદવારો જાહેર કરશે એનાથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે
આગામી દિવસોમાં બાપ પાર્ટીના ઉમેદવારોના નામ જાહેર કરાશેહવે એ જોવું રહ્યું કે બાપ માં કોણ કોણ કેવા ઉમેદવારો હશે.ભરૂચ લોકસભા સીટ પર છોટુ વસાવા કે એમના પુત્ર દિલીપ વસાવા ચૂંટણી લઢશેએ હવે નક્કી થયુ છે.છોટુભાઈ વસાવાની પાર્ટી બાપ દ્વારા ઉમરગામ થી અંબાજી સુધી ના તમામ ટ્રાઇબલ આદિવાસી લોકસભા પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે
આજે પત્રકાર પરિષદ માં આપ અને ભાજપ પર કર્યા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હાલ આપ અને ભાજપ ના ઉમેદવારો નેતા જ નથી ….એ લોકો ગધેડા ની જાતિ માં ગણાય છે.આદિવાસીઓ માટે આ નેતાઓ એ કશું કર્યું જ નથી.30 વર્ષ થી સાંસદ મનસુખ વસાવા એ આદિવાસીઓ માટે શું કર્યું? જેવા સવાલો ઉઠાવ્યા હતા હવે એ જોવું રહ્યુ કે જેમની સાથે ચૈતર વસાવા નથી, રીતેશ વસાવા નથી, પોતાનો સગો દીકરો મહેશ વસાવા પણ નથી ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ વગરની છોટુભાઈની બાપ પાર્ટીકેટલું કાઠું કાઢશે એ હવે જોવું રહ્યું
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા