ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગ

ભરૂચ લોકસભા પર હવે જામશે ચતુષ્કોણીય ચૂંટણી જંગ

મનસુખ વસાવા સાતમી વાર ચૂંટણી મેદાનમાં

આપના ઉમેદવાર ચૈતર વસાવા નર્મદાની બહાર રહીને પ્રચાર કાર્ય કરી રહ્યા છે
છોટુભાઈ વસાવા અને ઓવેસી પાર્ટીના ઉમેદવાર પણ
ભાજપા સામે મેદાનમાં ઉતર્યાછે

રાજપીપલા, તા 29

ભરૂચ લોકસભામાં ખરાખરી નો જંગ જામશે કારણ કે અત્યાર સુધી માત્ર આપ અને ભાજપ વચ્ચે ટક્કર હતી. હવે AIMIM ની અને છોટુ વસાવા ની પણ એન્ટ્રી થતા ભરૂચ લોકસભા માં ખરાખરી નો જંગ જામશે જોઈએ આ અમારા અહેવાલમાં

ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની એન્ટ્રી થતાં રાજકારણમાં વધુ ગરમાવો જોવા મળીરહ્યો છે. કેમકે અત્યાર સુધી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર મનસુખ વસાવા અને ઇન્ડીયા ગઠબંધનાં આપનાં ઉમેદવાર ચૈતર વસાવા બે વચ્ચે જંગ જામ્યો હતો. હવે ચૂંટણીની તારીખો નજીક આવતા છોટુભાઈ વસાવાએ પણ પોતાની નવી પાર્ટીનો ઉમેદવાર મૂકશે અને હવે AIMIM પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારવાની જાહેરાતને લઈને ચાર ઉમેદવારો થયા અને બીજા અપક્ષ કેટલા આવે છે. એ જોવું રહ્યું. જોકે સાંસદ મનસુખ વસાવાએ આવી ગમે તેટલી પાર્ટીઓ આવે પંરતુ ભાજપની સંગઠન મજબૂત છે..મોદી સરકાર નું કામ બોલે છે..અંતરિયાળ ગામોમાં પણ અમે કામ કયું છેની વાત કરી આપ અને aimim પર પ્રહાર કર્યા. તો બીજી બાજુ આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે – AIMIM અમને મત તોડવાના પ્રયાસ કરી ઉમેદવાર મૂકે છે, અને એ ભાજપની સી પાર્ટી છે. પણ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધન માં AIMIM છે અને અહીં કોઈ હલ કાઢીશું. મનસુખભાઇની સાથે કામ કર્યા છે, હજી એમણે સત્તા વાર જાહેરાત નથી કરી પણ અમે અમેની સાથે મંથન કરી સાથે રહેવાની કોશિશ કરીશ-વિધાનસભા આગળ હોવાથી મનસુખભાઇને સરસાઈ મળે તેમ નથી, અમે યુવા છે, એમનું વર્ચસ્વ હવે પાર્ટી નક્કી કરે છે અને અમેજ અમેજ જીતીશું.આમ ભરૂચ લોકસભા બેઠક પર હાલ ખરાખરી જંગ જામશે એ વાત પાકી છે

તસ્વીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *